અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીની ચર્ચા વચ્ચે વાયરલ થયો ઇશા અંબાણીનો વીડિયો, ડાંસ મૂવ્સે બધાને છોડ્યા પાછળ
અંબાણી પરિવાર આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જલ્દી જ જુલાઇમાં લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. અનંત અને રાધિકાના લગ્નની તૈયારીઓ પણ ઘણા મહિનાઓ પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. ત્યારે અંબાણી પરિવારે કપલ માટે લગ્ન પહેલા જ બે મોટા પ્રી વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કર્યુ હતુ, જેમાં એક જામનગરમાં અને બીજુ વિદેશમાં થયુ હતુ. સોશિયલ મીડિયા પર અનંત-રાધિકાના પ્રી વેડિંગની ઘણી ચર્ચા થઈ રહી છે.

ક્રૂઝ પાર્ટીની તસવીરો અને વીડિયો પણ ધીમે ધીમે સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યા છે. અનંત અને રાધિકાના પ્રી-વેડિંગની ચર્ચા વચ્ચે ઈશા અંબાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઇશાની ન જોયેલી સ્ટાઈલ જોવા મળી રહી છે. ઇશા વીડિયોમાં ખૂબ જ ઉત્સાહિત અને રમુજી દેખાઈ રહી છે. વીડિયોમાં ઈશા અંબાણી તેની ગર્લ્સ ગેંગ સાથે જોવા મળી રહી છે. તે ખૂબ જ મજાના મૂડમાં છે. આ વીડિયો એક પાર્ટીનો છે, જ્યાં તે તેના મિત્રો સાથે મસ્તી કરી રહી છે.

ઈશા જોરદાર ડાન્સ કરી રહી છે. આ દરમિયાનના તેના લુકની વાત કરીએ તો, તેણે બ્લેક ટી-શર્ટ સાથે બ્લુ જીન્સ પહેર્યું હતું. જે વીડિયો સામે આવ્યો છે તેમાં ઈશા સાથે તાન્યા શ્રોફ, આકાંક્ષા ગુપ્તા અને તારિકા મારીવાલા જોવા મળી રહી છે. ઇશાના ડાંસ મૂવ્સ જોઇ ચાહકો દીવાના થઇ રહ્યા છે. જણાવી દઈએ કે, ઈશા અંબાણીએ આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા છે અને આ કપલ બે જોડિયા બાળકોના પેરેન્ટ્સ છે.
View this post on Instagram
