ભારત દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની લાડલી ઇશા અંબાણીએ હમણાં જ પોતાનો 28મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો છે. ઇશાના બર્થ ડે પર શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ઇશા અંબાણીના બર્થ ડે સેલિબ્રેશનની કેટલીક ફોટોઝ સોશ્યલ મીડિયા પર ધડાધડ વાયરલ થઇ રહી છે.
ઈશા અંબાણીએ હાલમાં જ પોતાનો 28મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. ઈશાના જન્મદિવસ પર શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બધી જ તસ્વીરો ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે લગ્ન બાદ ઈશાનો પહેલો જન્મદિવસ છે.
ઈશા અંબાણીની આ વાઇરલ તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે ઈશાએ પિંક કલરનો ડ્રેસ પહેર્યો છે. ઈશાની સામે આવેલી તસવીરમાં તે એક આર્ટિફિશિયલ પેઈન્ટ ટ્યૂબ પાસે ઊભી રહીને પોઝ આપી રહી છે. ડેકોરેટેડ Paint ટ્યૂબ ઉપર હેપ્પી બર્થ ડે ઈશા લખેલું છે.
કરિશ્મા કપૂરે પણ પોતાની ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ઈશા અંબાણીની ફોટો શૅર કરી હતી. ઇશા અંબાણીની બર્થ ડે 23 ઓક્ટોબરના હતી.
Watch more
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેની પત્ની નીતા અંબાણીએ ગુરુવારે રાતે જીઓ વર્લ્ડ સેન્ટરમાં શાનદાર દિવાળીએ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં મુંબઈ ઇન્ડિયનસ ટીમના ક્રિકેટર અને બોલિવુડના સિતારાઓ ઉમટી પડ્યા હતા.
અંબાણી પરિવાની આ દિવાળી બહુજ ખાસ છે. કારણકે લગ્ન બાદ વહુ શ્લોકા મહેતાની અંબાણી પરિવાર સાથે પહેલી દિવાળી છે. ધનતેરસના એક દિવસ પહેલા જ દિવાળી પાર્ટીમાં બિઝનેસમેન સિવાય બોલિવુડ એન ક્રિકેટના સિતારો ઉમટી પડ્યા હતા.
આ ખાસ દિવસે આખો અંબાણી પરિવાર પારંપરિક વસ્ત્રોમાં ખુબસુરત નજરે આવ્યો હતો. નીતા અંબાણીએગુલાબી કલરનો લહેંગો પહેર્યો હતો. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. તો મુકેશ અંબાણી સફેદ કુર્તા સાથે નારંગી કલરના જવાહર કટ જેકેટ પહેર્યું હતું.
આ ખાસ દિવસે બધાની નનજરે શ્લોકા મહેતા અને આકાશ અંબાણી પર હતી. આકાશ અને શ્લોકા એક બીજા સાથે ખુશખુશાલ નજરે ચડ્યા હતા.શ્લોકાએ લાઈટ ગુલાબી લહેંગો પહેર્યો હતો. આ લુકને પૂર્ણ કરવા માટે શ્લોકાએ ગળામાં ડાયમંડનો નેકલેસ પહેર્યો હતો. આકાશ લાઈટ બ્લુ કલરના કુર્તામાં નજરે ચડ્યો હતો. આ પાર્ટીમાં શ્લોકાની માં મોના મહેતા અને મુકેશ અંબાણીની માં કોકિલાબેન પહોંચી હતી.
નીતાઅને મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પણ આ પાર્ટીમાં પતિ આનંદ પિરામલ અને સૌ-સસરા સાથે પહોંચી હતી. ઈશાની સાસુએ પણ મીડિયા સામે પોઝ આપ્યો હતો. આ ખાસ દિવસે ઈશાએ કાંજીવરમ સાડી પહેરી હતી. જણાવી દઈએ કે, ઈશાની લગ્ન બાદ બીજી દિવાળી છે.
આ પાર્ટીમાં ફિલ્મો સિતારાઓની વાત કરવામાં આવે તો મશહૂર એક્ટ્રેસ સાગરિકા ઘાટકે તેના પતિ ઝહીર ખાન સાથે પહોંચી હતી. આ ખાસ મૌકા પર સાગરિકાએ લાલ કલરનો ડ્રેસ પહેર્યો હતો. સાગરિકા પતિ ઝહીર કાળા કુર્તા-પાયઝામામાં નજરે ચડ્યો હતો. આ સિવાય આ પાર્ટીમાં યુવરાઝસિંહ, હેઝલ કીચ, હાર્દિક પંડ્યા અને ક્રિકેટર રોહિત શર્મા આવી પહોંચ્યા હતા.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.