સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં સામેલ થવા માટે પતિ સાથે પહોંચી ઈશા અંબાણી, કડક સુરક્ષા વચ્ચે થઇ સ્પોટ, જુઓ વીડિયો

જેસલમેર પહોંચ્યો મુકેશ અંબાણીની ગાડીઓનો કાફલો, સુરક્ષાને જોતા સિક્યુરિટી ટીમ પહેલા પહોંચી, કિયારાની બાળપણની મિત્ર છે ઈશા અંબાણી, જુઓ વીડિયો

હાલ લગ્નની સીઝન છે ત્યારે સામાન્ય માણસની જેમ સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં જ ઘણા બધા સેલેબ્સ લગ્નના બંધનમાં બંધાયા છે, ત્યારે આજે બોલીવુડના સ્ટાર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ જેંસેલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્નના બંધનમાં બંધાવવાના છે. આ લગ્નમાં સામેલ થવા માટે ઘણા બધા સેલેબ્સ પણ પહોંચી રહ્યા છે.

આ દરમિયાન દેશના સૌથી ધનિક વ્યક્તિઓમાંથી એક એવા મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પણ સિદ-કિયારાના લગ્નમાં સામેલ થવા માટે પહોંચી હતી. કિયારા અને સિદ્ધાર્થના લગ્નની વિધિ સુવર્ણ નગરી જેસલમેરની સૂર્યગઢ પેલેસ હોટલમાં શરૂ થઇ ગઈ છે. જ્યાં તેમના સંબંધીઓ ઉપરાંત ઘણા બધા સેલેબ્સ પણ હાજરી આપી રહ્યા છે. આ લગ્ન માટે પેલેસને ખુબ જ સુંદર અને શાહી રીતે સજાવવામાં પણ આવ્યો છે.

સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન પહેલા ઈશા અંબાણી પણ શગુનની મહેંદી સેરેમનીમાં હાજરી આપવા પહોંચી હતી. ઈશા અંબાણી અને કિયારા બાળપણના મિત્રો છે. ઈશા અંબાણી પોતાના પતિ આનંદ પીરામલ સાથે અહીં પહોંચી હતી. સૌથી પહેલા તે ચાર્ટર પ્લેન દ્વારા જેસલમેર પહોંચી અને પછી અહીંથી તે સીધી હોટેલ સૂર્યગઢ પેલેસમાં કિયારા-સિદ્ધાર્થની મહેંદી સેરેમનીમાં પહોંચી હતી. આ વિધિમાં સિદ્ધાર્થ અને કિયારાના હાથ પર મહેંદી લગાવવામાં આવી હતી. ઈશા અંબાણી આ કાર્યક્રમમાં લગભગ બે કલાક રોકાઈ હતી.

જેના બાદ ઈશા અંબાણી તેના પતિ સાથે ગુજરાતના જામનગર જવા રવાના થઈ ગઈ. ઈશા અંબાણી લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે 7 ફેબ્રુઆરીએ ત્રણ વાગ્યે જેસલમેર પહોંચશે. તે આઠ વાગ્યા સુધી અહીં રહેશે. આ પછી પરત જામનગર જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ અને કિયારા 7 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ શાહી લગ્નના તમામ કાર્યક્રમો ત્રણ વાગ્યાથી આઠ વાગ્યાની વચ્ચે કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

Niraj Patel