ખબર જીવનશૈલી

લગ્નના 4 મહિના પછી પતિ સાથે રજાઓ ગાળવા માટે નીકળી ઈશા અંબાણી, જોવા મળી એકદમ સિમ્પલ લૂકમાં

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન બિઝનેસમેન અને પિરામલ એન્ટરપ્રાઇઝના માલિક અજય પિરામલના પુત્ર આનંદ પિરામલ સાથે 12 ડિસેમ્બરના રોજ ગયા વર્ષે ભવ્ય રીતે થયા હતા. આ લગ્નની ચર્ચા દેશ અને વિદેશમાં થઈ હતી. ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન માત્ર દેશ જ નહિ પરંતુ વિદેશના પણ ઘણા મહાનુભાવો હાજર રહયા હતા. દરમિયાન, સમગ્ર અંબાણી પરિવારની તસવીરોસોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. ત્યારે હવે લગ્નના 4 મહિના બાદ ઇશા અને આનંદ ફરી એકવાર જોવા મળ્યા હતા, અને લગ્ન પછી આ કપલ ફરીથી ચર્ચામાં આવી ગયું છે.

Image Source

લગ્ન પછી, ફરી એકવાર આ કપલની તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. હાલમાં જ, ઇશા અંબાણી અને આનંદ પિરામલને એરપોર્ટમાં જોવામાં આવ્યા છે. ખબરોની માનીએ તો, આ દંપતિ તેમના કામમાંથી સમય કાઢીને વેકેશન પર ગયુ છે. આ સમયે ઇશાના લૂક વિશે વાત કરીએ તો, આ સમય દરમિયાન, તેને ભૂરા રંગની ફુલ ટી-શર્ટ સાથે લોઅર પહેર્યું હતું અને સપોર્ટ શૂઝ પહેર્યા હતા. ત્યારે આનંદ પણ એકદમ સમય લૂકમાં જોવા મળ્યા હતા.  સોશિયલ મીડિયા પર તેમની આ સમયની તસ્વીર વાયરલ થઇ રહી છે.

લગ્ન બાદ જ ઈશાએ વોગ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. સાથે જ આ મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં તેને પોતાના લગ્ન સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી હતી. ઈશા અંબાણીએ કહ્યું હતું, ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે લગ્ન કેવા હશે, હું લગ્નના સમયે ઘણું રડી હતી. મારી આસપાસ ઘણા લોકો ઉભા હતા અને એ લોકો રડી રહયા હતા, જેને લીધે મને પણ ખૂબ જ રડવું આવી રહ્યું હતું.’

ઈશા અંબાણી અને નીતા અંબાણી ઘણી ઇવેન્ટ્સમાં સાથે જોવા મળે છે. ત્યારે બંને પેરિસમાં Valentino’s Haute Couture Spring Summer ’19 ફેશન શો જોવા ગયા હોતા, એ સમયે નીતા અંબાણી ગોલ્ડન કલરના આઉટફિટમાં તો ઈશા સિલ્વર ગ્રે આઉટફિટમાં જોવા મળી હતી.

Image Source

આ સિવાય આઇપીએલ દરમ્યાન થોડા દિવસ પહેલા સુવિધાઓથી વંચિત બાળકો માટેની રીલાયન્સ ફાઉન્ડેશનની એક ઇવેન્ટમાં પણ ઈશા અંબાણી અને નીતા અંબાણી સાથે જોવા મળ્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks