દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પિરામલનું નવું ઘર ખૂબ જ સુંદર અને ભવ્ય છે. સાઉથ મુંબઈના વર્લીમાં આવેલો આ બંગલો આજકાલ ખૂબ જ ચર્ચાઓમાં છે.

ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ પિરામલ ગ્રુપના ચેરમેન અજય પિરામલના દીકરા આનંદ પિરામલ સાથે લગ્ન કર્યા. આ લગ્નમાં દેશ-વિદેશની મોટી-મોટી હસ્તીઓએ હાજરી આપી
હતી. આ લગ્નની ચર્ચાઓ લાંબા સમય સુધી થઇ હતી.

લગ્ન બાદ ઈશા અંબાણી પતિ આનંદ પિરામલ સાથે પોતાના નવા ઘર ગુલિટામાં શિફ્ટ થઇ ગઈ છે. આ ઘર ખૂબ જ સુંદર છે. આ બંગલો આનંદ પિરામલના માતાપિતાએ પોતાના દીકરાને લગ્નમાં ભેટમાં આપ્યું છે. આ સી-ફેસિંગ બંગલો અજય પીરમલે વર્ષ 2012માં ખરીદ્યો હતો. ઈશાના લગ્ન પહેલાથી જ આ ઘરનું કામ ચાલી રહ્યું હતું. આ ઘર હવે સંપૂર્ણ રીતે તૈયાર છે.

50000 સ્કવેર ફૂટમાં બનેલા આ ઘરની કિંમત 450 કરોડ રૂપિયા માનવામાં આવી રહી છે. હાલ આ ઘરની કેટલીક તસવીરો સામે આવી છે, જેને જોઈને તમારી આંખો પહોળી થઇ જશે. આ ઘરમાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે. સાથે જ આ ઘરનું ઇન્ટિરિયર કોઈ મહેલથી ઓછું નથી.

પાંચ માળના આ ઘરમાં એક વિશાળ હોલ, ખુલી હવામાં સ્વિમિંગ પૂલ, એક લોન, ત્રણ બેઝમેન્ટ, અને ઘણા બધા રૂમ્સ છે. આટલું જ નહિ, આ ઘરમાં એક શાનદાર જગ્યા પણ બનાવવામાં આવી છે જ્યાથી બહારના દ્રશ્યની મજા માણી શકાય છે. સાથે જ અરબ સાગર પણ આ ઘરમાંથી દેખાય છે.

આ ઘરની ડિઝાઇન ઘણી અલગ છે. આ બંગલો ડાયમંડ થીમ પર આધારિત છે. તેમાં ખાસ કરીને એક ડાયમંડ રૂમ બનાવવામાં આવ્યો છે. આ ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક એન્ટ્રન્સ લોબી સામેલ છે. સાથે ઉપરના માળ પર ડાઇનિંગ હોલ, માસ્ટર બેડરૂમ અને બીજું ઘણુંબધું છે.
આ ઘરમાં લોન્જ એરિયા, ડ્રેસિંગ રૂમ અને નોકરો માટે ક્વાર્ટર પણ છે. જે દરેક માળ પર ઉપલબ્ધ છે. અંબાણીના ઘર એન્ટિલિયા બાદ ઈશા અંબાણી અને આનંદ પિરામલનું આ આલીશાન નિવાસ હાલમાં સૌથી વધુ ચર્ચામાં છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.