ખુબસુરત હિરોઈન રિયા કુમારીની હત્યા મામલે પતિને ઝડપી પડ્યો, ફિલ્મી અંદાજમાં ઘટી ઘટના

ઝારખંડની અભિનેત્રી રિયા કુમારી ઉર્ફે ઈશા આલિયાના મર્ડર કેસમાં ગુરુવારે નવો ખુલાસો થયો છે. પોલીસે જણાવ્યું કે ઈશાની હત્યા તેના પતિએ કરી હતી. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે અભિનેત્રીના પરિવારજનોએ તેના પતિ અને ડાયરેક્ટર પ્રકાશ અલબેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે પ્રકાશની ધરપકડ કરી છે. અગાઉ તે પોલીસને લૂંટની વાર્તા સંભળાવતો હતો. પોલીસ તેને આજે કોર્ટમાં રજૂ કરશે. પોલીસે જણાવ્યું કે, ઈશા અને પ્રકાશ સોમવારે તેમની પુત્રી સાથે કારમાં કોલકાતા જવા નીકળ્યા હતા. ત્યારે કેટલાક બદમાશોએ લૂંટના ઈરાદે કાર રોકી અને પ્રકાશની તેમની સાથે તકરાર થઈ.

આ જોઈને ઈશાની પણ ગુનેગારો સાથે અથડામણ થઈ અને તે પતિને બચાવવાનો પ્રયાસ કરવા લાગી. આ સમયે ગુનેગારોએ ગોળીબાર કર્યો અને તેમાં ઇશાનું મોત થયુ. મળતી માહિતી મુજબ ગોળી ઈશાના કાનમાં વાગી હતી. આ પછી પ્રકાશ મૃતદેહ લઈને કોલકાતા પોલીસ સ્ટેશન પહોંચ્યો. ઈશાને પોઈન્ટ ઝીરો રેન્જમાંથી ગોળી મારવામાં આવી હતી. હાવડા ગ્રામીણ એસપીએ જણાવ્યું કે ઈશાના પરિવારજનોએ પ્રકાશ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. પરિવારે તેના પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. પરિવારજનોનું કહેવું છે કે તે પહેલા પણ રિયાને મારતો હતો,

તેને ત્રાસ આપતો હતો. જણાવી દઇએ કે, બંને ઝારખંડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. પ્રકાશ ડિરેક્ટર છે અને ઈશાએ ઘણા ઝારખંડી અને નાગપુરી આલ્બમ્સમાં કામ કર્યું છે. બંને એકબીજાને ઘણા સમયથી ઓળખતા હતા, જે બાદ તેમણે લવ મેરેજ કર્યા હતા. કહેવાય છે કે બંને વચ્ચે અણબનાવ હતો. શરૂઆતમાં પ્રકાશે ઈશાને અપનાવવાની ના પાડી દીધી હતી. આ મામલો કોર્ટમાં પહોંચ્યો, ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા. બંનેને એક પુત્રી પણ છે. પ્રકાશ અને ઈશા આલિયાના સંબંધો સારા નહોતા.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, પ્રકાશે સંબંધ તોડવા માટે હત્યાની સાજિશ રચી હતી. તેણે વિચાર્યું કે ઘરમાં આવી ઘટના બનશે તો તે પકડાઈ જશે. તેથી જ પ્રકાશે સંપૂર્ણ પ્લાનિંગ સાથે આ ઘટનાને અંજામ આપ્યો અને કોલકાતા જવાની તૈયારી કરી. તેણે વિચાર્યું કે તે કહાની બનાવી સરળતાથી છૂટી જશે. તે પહેલેથી જ પરિણીત હતો. તેને તેની પ્રથમ પત્નીથી બે બાળકો પણ છે. આ હત્યા કેસમાં પ્રકાશની પ્રથમ પત્નીનું નામ પણ સામે આવી રહ્યું છે. બંનેએ સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનું મીડિયાના અહેવાલોમં જાણવા મળે છે.

બંનેને બે વર્ષની પુત્રી છે. રિયા કુમારીએ વર્ષ 2009માં ઝારખંડી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જોલીવુડમાં પગ મૂક્યો હતો. તેણે નાગપુરી ઉપરાંત ભોજપુરી, ખોરઠા, બાંગ્લા સહિતના ઘણા આલ્બમ્સમાં કામ કર્યું. આ ઈન્ડસ્ટ્રીમાં તેની એક અલગ ઓળખ હતી. ઉલ્લેખનીય છે કે, ફરિયાદમાં પ્રકાશ કુમારે દાવો કર્યો હતો કે જ્યારે તેણે સવારે 6 વાગ્યાની આસપાસ એક જગ્યાએ કાર રોકી ત્યારે ત્રણ શખ્સોએ તેને લૂંટવાનો પ્રયાસ કર્યો. આ ઘટના હાવડાના બગનાનમાં બની હતી. બગનાન કોલકાતાથી 60 કિમી દૂર છે.

અભિનેત્રી અને યુટ્યુબર રિયાના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેની હત્યા કરવામાં આવી છે. પોલીસે ભાઈના નિવેદનના આધારે FIR નોંધી છે. માતા-પિતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. અભિનેત્રી રિયા કુમારીની હત્યા કેસમાં એકમાત્ર સાક્ષી તેનો પતિ પ્રકાશ છે. રિયાના પતિના નિવેદન પરથી ઘણી શંકાસ્પદ બાબતો સામે આવી છે. પોલીસને શંકા છે કે પ્રકાશે ઘટના અંગે ખોટું નિવેદન આપ્યું છે. પ્રાથમિક તપાસમાં આ ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Shah Jina