જીવનશૈલી

જિમમાં જુડવા બહેનની સાથે પરસેવો પાડે છે આકાશ અંબાણી, જુઓ વાઇરલ વર્કઆઉટની તસવીરો

એકબીજાની સાથે ખેંચતાણ કરવાની વાત હોય કે એકબીજાનો સાથ આપવાની વાત હોય, ભાઈ-બહેન હંમેશા એકબીજાનો સાથ આપે છે. બાળપણથી લઈને મોટા થયા પછી પણ એ એક વસ્તુ હોય છે જે ક્યારેય ખતમ નથી થતી, ભાઈ-બહેનનો પ્રેમ. ત્યારે આ પ્રેમ અંબાણી પરિવારમાં પ્રસંગોપાત જોવા મળે છે. થોડા દિવસો પહેલા જ આકાશ અંબાણી અને તેની જુડવા બહેન ઈશા એકસાથે જીમમાં પરસેવો પાડતા જોવા મળ્યા હતા.

Image Source

ભારતના સૌથી ધનિક વ્યક્તિ, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ત્રણ બાળકો, આકાશ અંબાણી, ઇશા અંબાણી અને અનંત અંબાણી વચ્ચે પણ સામાન્ય રીતે કોઈ ભાઈ-બહેન વચ્ચે બોન્ડ હોય એવો જ બોન્ડ જોવા મળે છે. ગયા વર્ષે વોગ મેગેઝીન સાથે એક ઇન્ટરવ્યૂમાં ઈશા અંબાણીએ ખુલાસો કર્યો હતો કે તે અને તેનો જુડવા ભાઈ આઈવીએફ બાળકો છે. પ્રખ્યાત પરિવારમાંથી આવતા હોવા છતાં તેઓને સામાન્ય બાળકોની જેમ જ ઉછેરવામાં આવ્યા છે.

Image Source

જાન્યુઆરીના અંતમાં એક તસ્વીર સામે આવી હતી, જેમાં ઈશા અને તેનો જુડવા ભાઈ આકાશ દેખાય છે. આ તસ્વીરમાં આપણે જોઈ શકીએ છીએ કે ઈશા અને આકાશ તેમના વર્કઆઉટ પછી સાથે દેખાઈ રહ્યા છે. આ તસ્વીરમાં આકાશ સફેદ ટી-શર્ટ અને ગ્રે શોર્ટ્સમાં દેખાઈ રહ્યો છે જયારે ઈશા ગ્રે જિમ ક્લોથ્સમાં નો-મેકઅપ લૂકમાં જોવા મળી રહી છે.

Image Source

આકાશ અંબાણીએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એ તેની જુડવા બહેન સાથે ખૂબ જ સારો બોન્ડ ધરાવે છે. અનંત પણ તેને સારી રીતે જાણે છે. જયારે પણ તેઓ એક જ શહેરમાં એક સાથે હોય ત્યારે તેઓ એક સાથે જ ડિનર કરે છે.

Image Source

લગ્ન બાદ આપેલા ઇન્ટરવ્યૂમાં ઈશાએ બે છોકરાની સાથે મોટા થવાનો અનુભવ શેર કર્યો હતો. તેને કહ્યું હતું કે ઘરે ચાર છોકરાઓ વચ્ચે એક જ છોકરી હતી. આકાશ, અનંત, અનુશુળ, અનમોલ અને એ એકલી, એટલે તેને સર્વાઇવ કરવા માટે થોડું તોફાની બનવું પડ્યું હતું. અને જો એમ ન કરતે તો એ બધાની સાથે હળીભળી ન શકી હોત.

Image Source

‘હું ટોમબોયની જેમ મોટી થઇ હતી. ઘરે મારી સાથે કોઈ પણ ભેદભાવ થતો ન હતો. મને ક્યારેય એવું નથી કહેવામાં આવ્યું કે હું છોકરી છું તો હું આ ના કરી શકું.’

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.