જીવનશૈલી

ઇશા અંબાણી અને આનંદના ઘરની 10 તસ્વીરો જોઈને કહેશો આ તો મુકેશ અંબાણીના ઘરથી પણ વધુ સુંદર છે

બિઝનેસમેન મુકેશ અંબાણીની લાડલી દીકરી ઈશા અંબાણીએ ગયા 12 ડિસેમ્બરના રોજ આનંદ પિરામલ સાથે સાત ફેરા લીધા છે. બંનેના લગ્ન હિન્દૂ રીત રિવાજો અનુસાર થયેલા છે.

તેમના લગ્નમાં દેશ-વિદેશની મોટી-મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. તેમના લગ્ન ગયા વર્ષના બહુચર્ચિત લગ્ન હતા. એમના લગ્નના અમુક સમય પહેલા ખબર આવી હતી કે લગ્ન પછી ઈશા-આનંદ મુંબઈના વર્લીમાં સી-ફેસિંગ ઇમારતમાં રહેશે. નોંધનીય છે કે ઈશા અંબાણી અને આનંદ પિરામલ બાળપણના મિત્રો છે.

Image Source

આ આલીશાન અને ભવ્ય ઘરની કિંમત 450 કરોડ રૂપિયા છે. આ ઘર ઈશા અંબાણીની સાસુએ ઈશાને એક ભેટ સ્વરૂપે આપ્યું છે. હાલ તેઓના આ આલીશાન 450 કરોડના ઘરની અંદરની અમુક તસ્વીરો સામે આવી છે. આ આલીશાન બંગલોનું નામ ગુલીતા છે.

Image Source

જેને જોઈને લાગે છે કે ઈશાનું આ ઘર એકદમ આલીશાન છે. આ ઘરમાં એક એવો રૂમ પણ છે જેમાંથી બહારનો નજારો, અને સમુદ્ર પણ જોઈ શકાય છે. બંને અમુક સમયમાં જ આ Gulita બિલ્ડીંગમાં શિફ્ટ થઇ જશે.

Image Source

Gulita 50,000 સ્કવેયર ફૂટમાં ફેલાયેલું છે. આ વિશાળ ઇમારતમાં 5 માળ છે અને સામે અરબ સાગરનો શાનદાર નજારો જોઈ શકાય છે. મોટાભાગનો આ ઇમારતનો આર્કિટેક્ટનો સામાન વિદેશથી મંગાવવામાં આવેલો છે. બંગલાને ડાયમંડ થીમ પણ આપવામાં આવેલી છે.

Image Source

આ બંગલામાં સ્વિમિંગ પુલ, ખાસ તરીકાથી બનાવામાં આવેલો એક ડાયમંડ રૂમ, અને એક સુંદર મંદિર પણ છે. તેના સિવાય પાર્કિંગ માટે ત્રણ બેઝમેન્ટ છે. આ બંગલામાં એક વિશાળ હોલ એટલે કે બેઠક રૂમ પણ છે.

Image Source

બિલ્ડીંગના બેઝમેન્ટમાં એક લોન છે અને એક મલ્ટી પર્પઝ રૂમ પણ છે. બેઝમેન્ટમાં એક ઓપન એયર વૉટર બોડી પણ છે. બીજા માળમાં લિવિંગ, ડાઇનિંગ હોલ, બેડરૂમ, સર્ક્યુલર સ્ટડીઝ અને ટ્રિપલ હાઈટ મલ્ટી પર્પઝ રૂમ છે, આ સિવાય લાઉન્જ એરિયા અને ડ્રેસિંગ રૂમ પણ છે.

Image Source

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી તસ્વીરોમાં જોઈ શકાય છે કે બંને કન્યાદાન કરતી વખતે ભાવુક થઇ જાય છે. દીકરીના જવાનું દુઃખ બંનેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. આ સિવાય મંડપમાં જ ફેરાના સમયે ઈશાની આંખોમાં આંસુ આવી ગયા હતા

ત્યારે મા નીતા અંબાણીએ તેને ગળે લગાડીને હિંમત આપી હતી. આ સિવાય અમિતાભ બચ્ચનજીએ કન્યાદાનના પહેલા કન્યાદાનની વિધીનો અર્થ અને મહત્વ સમજાવ્યું હતું.