ડોક્ટરોએ પણ હવે માંડ ૨૧ વર્ષની ઉંમર ધરાવતા જય ચૌહાણના બચવાની આશા છોડી દીધી છે, પરંતુ તેના પરિવારજનો હાર માનવા તૈયાર નથી. જોકે, હવે તેમની પાસે જયની વધુ સારવાર કરાવવા માટે પૈસા નથી બચ્યા…
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
આખુ ગુજરાત ત્યારે હચમચી ગયુ, જ્યારે અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર થાર કાર અકસ્માત જોવા ઊભેલા લોકોને તથ્ય પટેલે તેની તેજ રફતાપ જેગુઆર કારથી કચડી નાખ્યા, આ કેસનો આરોપી તથ્ય પટેલ હજુ પણ જેલમાં છે. આ ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે ઘણા ઈજાગ્રસ્ત પણ થયા હતા. ત્યારે આ ગંભીર અકસ્માતમાં એક નિર્દોષ યુવક કે ઇજાગ્રસ્ત થયો હતો તે હજુ પણ કોમામાં છે.
તથ્યની તેજ રફતાર જેગુઆરની અડફેટે આવેલ જય ચૌહાણ 70 દિવસ બાદ પણ પથારીવશ છે અને તેની સારવારમાં લાખો રૂપિયાનો ખર્ચ પણ થઇ ચૂક્યો છે, તેમ છતાં પણ પરિણામ શૂન્ય છે. 20 વર્ષીય જય ચૌહાણને ઝાયડસ હોસ્પિટલ દ્વારા ઘરે જવાની રજા આપી દીધી છે. કારણ કે 70 દિવસની સારવાર અને 28 લાખ રૂપિયા જેટલો ખર્ચ થવા છતાં પણ પરિણામ શૂન્ય છે.

લાચાર માતા-પિતાની આંખોની સામે પુત્ર પથારીવશ છે અને તેને જોઇ પિતા પણ હિંમત હારી ગયા છે.ત્યારે હવે પરિવારને ઇશ્વરની આશા છે. ઉલ્લેખનીય છે કે, સરકારી વકીલ દ્વારા કોર્ટને એવું કહેવામાં આવ્યું હતું કે જયની સારવારમાં અત્યારસુધી 28 લાખ રૂપિયાથી પણ વધારે ખર્ચ થઈ ગયો છે અને તેમ છતાં પણ તે ભાનમાં નથી આવ્યો. જેની ગંભીર નોંધ લેતા કોર્ટે જયને સરકારી ખર્ચે સિવિલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ આપવા માટે ઓર્ડર કર્યો હતો. પરંતુ તે પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ છે, અને ડોક્ટરોએ પણ પરિવારજનોને જણાવી દીધું કે જય હવે કોમામાંથી બહાર આવી શકે તેવી શક્યતા ના બરાબર છે.

પરિવારે તેની સારવારમાં 28 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા અને હવે વધુ સારવાર માટે તેઓ પાસે પૈસા નથી બચ્યા. તથ્ય પર લગાવાયેલી સાપરાધ મનુષ્યવધની કલમ 304 અને 308 હટાવવા માટે કોર્ટમાં અરજી કરી છે અને આ ગુનો જો સાબિત થાય થશે તો તથ્યને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જો કે, તેના વકીલની દલીલ છે કે બેદરકારીભર્યા ડ્રાઈવિંગને કારણે થયેલા અકસ્માતના આ મામલાને સાપરાધ મનુષ્ય વધની કેટેગરીમાં ના મૂકી શકાય. આ કેસમાં તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ આરોપી બનાવાયા છે, અને તે પણ જેલમાં જ છે.
તથ્ય દ્વારા સર્જવામાં આવેલ અકસ્માતનો ભોગ બનેલામાંના એક જશવંતસિંહ ચૌહાણ નામના હેડ કોન્સ્ટેબલના પરિવારે તેના પર 75 લાખ રૂપિયાનો દાવો માંડ્યો છે, જ્યારે આ અકસ્માતમાં સૌથી ગંભીર ઘવાયેલા જય ચૌહાણના પરિવારજનોએ 1 કરોડનો અને અન્ય બે ઈજાગ્રસ્તોએ 8 અને 18 લાખ રૂપિયાનો દાવો માંડ્યો છે. જો કે, આ કેસમાં મૃતકોને રાજ્ય સરકારે ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં