હેલ્થ

ઇસબગુલમાં ઉમેરો આ 1 વસ્તુ, હરસ મસાની જેવા પ્રોબ્લેમથી મળશે છૂટકારો

આજના જમાનામાં સ્વાસ્થ્ય સંબંધી ઘણી-ઘણી સમસ્યાઓ થતી હોય છે. જેમાં ખાવા-પીવાના કારણે ને જંકફૂડ ના કારણે આજે સૌથી વધુ લોકોને પેટની સમસ્યા જ રહે છે. આ પેટની સમસ્યાને દૂર કરવા માટે લોકો ઘણા અજમાવતા હોય છે. પરંતુ આજે અમે તમને એવા ઘરગથ્થુ ઈલાજ વિષે જણાવીશું કે, જે ઘણી બીમારીમાં રામબાણ ઈલાજ છે.

Image Source

આજે અમે તમને જણાવીશું ઇસબગુલના ફાયદા.

ઈસબગુલ એ ‘સિલિમ પ્લાન્ટ’ના દાણાનું ભૂસું (ઉપરના છોતરા) છે. તે સ્વાદહીન હોય છે અને ભીનાશ મળે ત્યાં ચોંટી જવાનો ગુણ ધરાવે છે. ઇસબગુલ ઠંડુ અને પૌષ્ટિક હોય છે. ઇસબગુલ કરવાથી કફ અને પિત્તને ખતમ કરવામાં કારગર સાબિત થાય છે. ઇસબગુલ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે.

Image Source

જે મહિલાઓને મેનોપોઝ બાદ હોર્મોન અસંતુલિત થઇ જતા હોય છે તે લોકો માટે ઇસબગુલ ફાયદેમંદ સાબિત થાય છે. ઇસબગુલનું સેવન કરવાથી એસ્ટ્રોજનના ઉત્પાદને વધારે છે. તે પેટ સંબંધિત રોગો મટાડવા માટે ઇસબગુલ ખૂબ અસરકારક છે. જો તમે આંતરડામાં દુખાવાથી પરેશાન હોય તો ઠંડા પાણી સાથેઇસબગુલ લેવાથી રાહત મળે છે. જો તમારા બાળકને ઝાડા થઇ ગયા હોય તો ઇસબગુલ લેવાથી ફાયદો થાય છે. દૂધમાં ઇસબગુલ મેળવીને પીવાથી કબજિયાતમાં રાહત થાય છે. ઇસબગુલનું રોજ સેવન કરવાથી હરસ મસાની સમસ્યાથી છૂટકારો મળે છે.હરસ મસાની સમસ્યા દૂર કરવા ઇસબગુલને પાણીમાં મિક્સ કરીને પીઓ.

જે લોકોને પેશાબમાં બળતરા થતી હોય તે લોકોએ ચાર ચમચી ઈસબગુલને એક ગ્લાસપાણીમાં સ્વાદ અનુસાર ખાંડ ઉમેરીને પીવાથી ફાયદો થાય છે.

Image Source

જે લોકો અસ્થમાની બીમારીથી પરેશાન હોય તે લોકો 3થી 5 ગ્રામ ઇસબગુલને એક ગ્લાસમાં ગરમ પાણી મેળવીને પીવાથી ફાયદો થશે. જે લોકોને દાંતના દુખાવાથી પરેશાન હોય તે લોકો ઈસબગુલને દાંતમાં લગાડવાથી ફાયદો થાય છે. ઇસબગુલ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. આ સાથે જ તેનું સેવન કરવાથી વજન ઓછું થાય છે.

Image Source

વજન ઓછું કરવા માટે દરરોજ સવારે ઇસબગુલનું સેવન કરવાથી વજન નિયંત્રણમાં આવી જાય છે. દરરોજ સવારે ઈસબગુલમાં પાણી અને લીંબુ મિક્સ કરીને ખાલી પેટે પીવાથી વજન ઓછું થાય છે. ઈસબગુલને સેવન કરવાથી ભૂખને પણ કંટ્રોલ કરે છે.