એ વાતમાં કોઈ શંકા નથી કે બોલિવૂડ અને ક્રિકેટનો જૂનો અને જાણીતો સંબંધ છે. ક્રિકેટર્સ અને બોલિવૂડની અભિનેત્રીઓના નામ અવાર-નવાર જોડાતા રહે છે. જો કે કેટલાક ક્રિકેટર્સે બોલીવૂંડની અભિનેત્રીઓને જીવનસાથી પણ બનાવી છે. ત્યારે હાલમાં જયારે ભારતીય ક્રિકેટ ટિમ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે ત્યારે ભારિતય ખેલાડી કે એલ રાહુલ પણ પોતાના પ્રદર્શનથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી રહ્યો છે. ત્યારે હાલમાં તેના બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુનિલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી સાથે અફેર હોવાની વાતો પણ ચર્ચાઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સની માનીએ તો કેએલ રાહુલ અભિનેત્રી અથિયા શેટ્ટીને ડેટ કરી રહયા છે.
એક અહેવાલ અનુસાર, કેએલ રાહુલનો એ કોઈ પણ અભિનત્રી સાથે સંબંધ નથી, જેની સાથે તેનું નામ અત્યાર સુધીમાં જોડાયું છે. પરંતુ અથિયા અને કેએલ રાહુલ વચ્ચે કઈંક રંધાઈ રહ્યું હોવાની ચર્ચાઓ જોર પર છે. એક ભારિત મોડલ આકાંશા રંજન કપૂરે શેર કરેલી એક તસ્વીરે હાલ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. આ તસ્વીરમાં આકાંશા રંજન સાથે ક્રિકેટર કેએલ રાહુલ અને અભિનેત્રી અથિયા શેટ્ટી જોવા મળી રહયા છે. આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે અને લોકો આ તસ્વીર પર કૉમેન્ટ્સ પણ કરી રહયા છે. એક યુઝરે લખ્યું કે વર્લ્ડ કપમાં રાહુલને રમી લેવા ડો, પછી ડેટ કર્યા કરજો, તો બીજી એક યુઝરે લખ્યું કે એને રાહુલ પસંદ છે, પ્લીઝ રાહુલને ડેટ ન કર.
એક ખબર અનુસાર, કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી ગયા ફેબ્રુઆરી મહિનાથી એકબીજાને ડેટ કરી રહયા છે. રાહુલ અને અથિયા બંનેની મુલાકાત એક મિત્રએ કરાવી હતી. બંને સાથે ફરે છે, પણ લોકોની નજરોમાં આવતા બચી રહયા છે. જો કે જયારે અથિયા શેટ્ટીને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કોઈ પણ જવાબ આપવાથી ઇન્કાર કર્યો હતો.
નોંધનીય છે કે અથિયા પહેલા પણ કેએલ રાહુલનું મુન્ના માઈકલની અભિનેત્રી નિધિ અગ્રવાલ સાથે નામ જોડાઈ ચૂક્યું છે, પરંતુ થોડા સમય બાદ નિધિ અગ્રવાલે આ અફવાઓ ગણાવીને કહ્યું હતું કે તેઓ બંને ફક્ત સારા મિત્રો જ છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks