તસવીરોમાં બેબી બંપ છુપાવતી જોવા મળી શાહીર શેખની પત્ની રુચિકા કપૂર, શું લગ્નના 5 મહિના બાદ થઇ પ્રેગ્નેટ ?

મહાભારતના એક્ટર શાહીર શેખે કપૂર ખાનદાનની દીકરી સાથે કર્યા છે નિકાહ…હવે કપૂર ગર્ભવતી થઇ? જાણો સમગ્ર વિગત

ટીવી અને બોલીવુડના કલાકારો ક્યારે કોની સાથે લગ્ન કરી લેશે તે કોઈને ખબર નથી હોતી, તેમના અફેર અને ડેટિંગની ચર્ચાઓ છવાયેલી રહેતી હોય છે ત્યારે તેમના અચાનક કરેલા લગ્ન પણ ચાહકોને ચોંકાવી દેતા હોય છે.

આ બધા વચ્ચે જ થોડાક મહિના પહેલા ટીવીના ખ્યાતનામ અભિનેતા શાહીર શેખે પોતાની પ્રેમિકા રુચિકા કપૂર સાથે કોર્ટમાં લગ્ન કરી અને ચાહકોને હેરાન કરી દીધા હતા.

એક ઇન્ટરવ્યૂની અંદર શાહીરે જણાવ્યું હતું કે: “આ સંબંધની સૌથી મોટી વાત એ છે કે રુચિકા પહેલા મારી મિત્ર છે. એવામાં મને એવી પાર્ટનર મળી છે જેની સામે હું અસલમાં જેવો છું તેવો જ બનીને રહી શકું છું.”

શાહીર શેખ અને તેમની પત્ની રુચિકા કપૂર આ દિવસોમાં પ્રેગ્નેંસીની ખબરોને લઇને ચર્ચામાં છે. ઘણા દિવસોથી ખબરો આવી રહી છે કે રુચિકા પ્રેગ્નેટ છે અને શાહીર સાથે તે તેના પહેલા બાળકનું સ્વાગત કરવાની તૈયારી કરી રહી છે. એટલુ જ નહિ, એ પણ જણાવવામાં આવી રહ્યુ છે કે, કપલ માતા-પિતા બનવા માટે ઘણા ઉત્સાહિત છે.

એવું લાગી રહ્યુ છે કે, ટીવી અભિનેતા શાહીર શેખ અને તેમની પત્ની રુચિકાના ઘરે જલ્દી જ કિલકારી ગુુંજવાની છે. બંનેએ આ વાતની કોઇ જાણકારી હજી સુધી આપી નથી પંરતુ રુચિકાની વાયરલ તસવીરો આ તરફ જ ઇશારો કરી રહી છે. એવામાં ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે રુચિકા પ્રેગ્નેટ છે.

રુચિકા બુધવારે એક મિત્રની પાર્ટીમાં સ્પોટ થઇ હતી.આ દરમિયાન તેનો બેબી બંપ સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો. જો કે, રુચિકા બેબી બંપને છૂપાવવાની કોશિશ કરતી જોવા મળી હતી.  આ પાર્ટીમાં એકતા કપૂર, ક્રિસ્ટલ ડિસૂઝા સહિત અનેક ટીવીના જાણિતા સ્ટાર્સ હાજર હતા.

ખબરો અનુસાર, રુુચિકા કપૂર તેના પહેલા ટ્રિમેસ્ટરમાં છે. કોરોના મહામારીને કારણે શાહીર અને રુચિકાએ પ્રેગ્નેંસીનું એલાન ન કરવાનો નિર્ણય કર્યો છે. બંનેના પરિવારોને આ વિશે ખબર છે અને તેઓ આ ખબરથી ઘણા ખુશ પણ છે.

તમને જણાવી દઇએ કે, શાહીર શેખે રુચિકા કપૂર સાથે સગાઇનું એલાન કર્યાના ત્રણ દિવસ બાદજ લગ્ન કરી લીધા હતા. બંનેએ મુંબઇની એક કોર્ટમાં નવેમ્બર 2020માં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં શાહીરની ઓનસ્ક્રીન માતા અને અભિનેત્રી સુપ્રિયા પિલગાંવકર પહોંચી હતી.

એવું જણાવવામાં આવી રહ્યુ છે કે શાહીર અને રુચિકાની મુલાકાત ફિલ્મ “જજમેંટલ હે કયાં”ના સેટ પર થઇ હતી. બંનેએ લગ્ન પહેલા એકબીજાને 1.5 વર્ષ સુધી ડેટ કર્યા. રુચિકા એકતા કપૂરની પ્રોડક્શન કંપની “બાલાજી મોશન પિકચર્સ”ની એક્ઝિકયૂટિવ અને વાઇસ પ્રેસિડંટ અને ક્રિએટીવ પ્રોડ્યુસર પણ છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, શાહીર હાલ એરિકા ફર્નાંડિસા સાથે “કુછ રંગ પ્યાર કે એસે ભી” સીઝન 3નું શુટિંગ કરી રહ્યો છે. કેટલાક દિવસ પહેલા જ શાહીર શેખનો હીના ખાન સાથે મ્યુઝિક વીડિયો ‘બારિશ બન જાના’ રિલિઝ થયુ છે.

બંનેની મુલાકાત ફિલ્મ “જજમેન્ટલ હે ક્યાં” દરમિયાન થઇ હતી. લગભગ બે વર્ષો સુધી તે બંનેએ એકબીજાને ડેટ કર્યું. આ પહેલા શાહિરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા એક તસ્વીર શેર કરીને રૂચિકા સાથે સગાઈ કરવાની ખબર આપી હતી. આ તસ્વીરમાં રૂચિતા હસતા નજર આવી હતી. શાહિરે તેનો હાથ પકડી રાખ્યો હતો અને રુચિકાના હાથમાં સગાઈની વીંટી પણ હતી.

Shah Jina