મનોરંજન

શું ગર્ભવતી છે સાગરિકા ઘાટગે, પિતા બનવાના છે ઝહીર ખાન?

ભારતીય ક્રિકેટ લવર્સમાટે વધુ એક ખુશખબર, વિરાટ પછી ઝહીર ખાન બનવાનો છે પિતા?

7 ઓક્ટોબર 1978 આ રોજ જન્મેલા ભારતીત ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર રહી ચૂકેલા જહીર ખાને હાલમાં જ પોતાનો 42 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન તેની પત્ની અને અભિનેત્રી સાગરિકા ઘાટગે કે સુંદર તસ્વીર શેર કરી હતી.

Image Source

એવામાં તસ્વીરને જોતા લોકોનું અનુમાન છે કે કદાચ સાગરિકા ગર્ભવતી છે અને જલ્દી જ આ જોડી માતા-પિતા બનવાની છે. જહીર અને સાગરિકાએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી વર્ષ 2017 માં લગ્ન કર્યા હતા. જો કે બંન્નેના તરફથી માતા પિતા બનવાની કોઈ પુષ્ટિ થઇ નથી પણ મળેલી જાણકારીના આધારે સાગરિકા ગર્ભવતી છે અને આ જોડી નવા મહેમાનના સ્વાગતની તૈયારીઓમાં લાગી ગઈ છે.

Image Source

જો કે સાગરિકાના સિવાય અન્ય પણ બૉલીવુડ અને ખેલજગતની જોડીઓ ટૂંક સમયમાં જ માતા પિતા બનવાની છે. કોરોના મહામારી વચ્ચે આ જોડીઓના ઘરમાં કિલકારીઓ ગુંજવાની છે.

Image Source

અન્ય ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ માતા પિતા બનવાના છે. આ ખુશખબર બંન્નેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરીને આપી હતી જેમાં અનુષ્કાનો બૅબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ સિવાય અભિનેત્રી કરીના કપૂર પણ બીજી વાર ગર્ભવતી છે.

Image Source

ટીવીની જાણીતી જોડી કરણવીર બોહરા અને પત્ની ટીજે સિંધુ પણ બીજી માર માતા-પિતા બનવાના છે, બંન્નેની બે જુડવા દીકરીઓ છે. આ સિવાય તાજેતરમાં જ અભિનેત્રી અનિતા હષનંદાની અને પતિ રોહિત રેડ્ડીએ પણ ટૂંક સમયમાં જ માતા-પિતા બનવા જવાની ખુશખબર સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી હતી.