લગ્નના 4 મહીનામાં જ પ્રેગ્નટ થઇ કેટરીના કૈફ ? એવી તસવીરો સામે આવી કે જોઇને યુઝર્સ પૂછી રહ્યા છે સવાલ

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફની ફેશન સેન્સ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. કેટરીના કૈફ અને વિકી કૌશલ બોલિવૂડના ફેવરિટ કપલ્સમાંથી એક છે. ફિલ્મો સિવાય આ બંને પોતાની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ બંને વેકેશન પરથી પરત ફર્યા છે. ત્યારે સોમવારે કેટરીના મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. તેણે બેબી પિંક કલરનો સલવાર સૂટ પહેર્યો હતો અને આ સાથે સનગ્લાસ પણ પહેર્યા હતા.આ ઉપરાંત તેણે કોરોનાને ધ્યાને લઇ સેફ્ટી માટે માસ્ક પણ કેરી કર્યુ હતું. કેટરિના ભારતીય આઉટફિટમાં સુંદર લાગી રહી હતી. ફેન્સને કેટરીનાનો એરપોર્ટ લુક ઘણો પસંદ આવ્યો હતો.

આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચા જગાવી રહ્યો છે. આ વિડીયો જોયા બાદ એક્ટ્રેસની પ્રેગ્નન્સીની ચર્ચા ફેન્સમાં શરૂ થઈ ગઈ છે.કેમેરામાં કેદ થયેલી એક્ટ્રેસની આ ઝલક જોઈને ઘણા લોકો અનુમાન લગાવવા લાગ્યા કે શું એક્ટ્રેસ પ્રેગ્નન્ટ છે? કેટરિનાનો લૂઝ ફિટિંગ સૂટ જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે કેટરિના ટૂંક સમયમાં જ વિકી કૌશલ સાથે તેના પહેલા બાળકનું સ્વાગત કરવા જઈ રહી છે. એક યુઝરે લખ્યું, ‘તે પ્રેગ્નન્ટ લાગે છે! હે ભગવાન!’ એક યુઝરે લખ્યું, ‘તેણે પોતાનો હાથ કેમ ઢાંક્યો છે?’

બીજાએ લખ્યુ, ‘ટૂંક સમયમાં તે માતા બનવા જઈ રહી છે! જો કે, હાલમાં આવી ચર્ચાઓ પર કપલ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. હાલમાં જ આ કપલ રજાઓ ગાળીને પરત ફર્યું છે. બંનેએ તેમના રોમેન્ટિક વેકેશનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાની કોઈ તક છોડતા નથી. લગ્ન પછી કેટરિના કૈફ પોતાનો મોટાભાગનો સમય પતિ વિકી કૌશલ સાથે વિતાવે છે.

તાજેતરમાં કેટરીનાએ વિકી માટે નાસ્તો બનાવ્યો હતો, જેનો ફોટો તેણે ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો હતો. ડિશની તસવીર શેર કરતા કેટરિનાએ કેપ્શનમાં લખ્યું, ‘મેં પતિ માટે રવિવારનો નાસ્તો બનાવ્યો’. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે એટલે કે 9 ડિસેમ્બર 2021ના રોજ બંનેએ રાજસ્થાનના બરવાડા સિક્સ સેન્સ ફોર્ટમાં લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરીના કૈફ તેની નવી ફિલ્મ ‘ટાઈગર 3’ને લઈને ચર્ચામાં છે.આ સિવાય તેની પાસે ‘ફોન ભૂત’ અને ‘મેરી ક્રિસમસ’ છે. ત્યાં વિકી કૌશલે તાજેતરમાં સારા અલી ખાન સાથે તેની નવી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

Shah Jina