મનોરંજન

શું તારક મહેતામાં પાછા આવી રહ્યા છે દયાબેન ? ખુલ્યું રહસ્ય

ખુશીના સમાચાર: દયાબેન આવી જશે પાછા? જાણો ફટાફટ

છેલ્લા 12 વર્ષથી દર્શકોને ભરપૂર મનોરંજન કરાવીને ઘર ઘરમાં પોતાની આગવી ઓળખ બનાવનાર શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દર્શકોની પહેલી પસંદ છે. આ શોના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. ઘણા પાત્રો એવા પણ છે જે રિપ્લેસ પણ થઇ ગયા છે, પરંતુ એક પાત્ર એવું છે જે હજુ સુધી રિપ્લેસ નથી થઇ શક્યું, ના દર્શકો આ પાત્રમાં બીજા કોઈને જોવા માંગે છે. એ છે દયાબેનનું પાત્ર.

Image Source

દયાબેનનો અભિનય અભિનેત્રી દિશા વાંકાણી દ્વારા ભજવવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી તે આ ધારાવાહિકથી દૂર છે. પરંતુ હજુ સુધી તેમની જગ્યા કોઈ લઇ શક્યું નથી, ત્યારે આ શો દ્વારા દયાબેન પરત ફરી શકે છે તેવા સંકેતો મળી રહ્યા છે.

Image Source

દિશા વાંકાણી છેલ્લા 3 વર્ષથી આ શોમાંથી દૂર છે. સપ્ટેમ્બર 2017માં દિશા વાંકાણીએ મેટરનિટી લિવ લીધી હતી. પરંતુ ત્યારબાદ તે આ શોની અંદર પરત નથી ફર્યા, શોના નિર્માતાઓ દ્વારા પણ તેમને પાછા લાવવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે.

Image Source

દયાબેનને શોની અંદર પરત ફરવાને લઈને પણ અત્યાર સુધી ઘણી ખબરો આવી ચુકી છે, પરંતુ આ કોઈ ખબર હજુ સાચી નથી નીકળી અને દર્શકોને પણ આ બાબતે નિરાશ જ મળતી આવી છે. પરંતુ હવે દયાબેનને લઈને જે હિન્ટ મળી છે તેને જોઈને એવું લાગી રહ્યું છે કે દિશા આ શોની અંદર જલ્દી જ નજર આવશે.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani (@dishavakanioffcal)

આ ખબર શો દ્વારા જ સતત સંકેતો આપીને કરવામાં આવી રહી છે. શોની અંદર હાલમાં જ યોજાયેલા એક એપિસોડની અંદર અંજલિ અને તારક મહેતા વચ્ચે થયેલી વાતચીત દ્વારા એ સંકેત મળી રહ્યો છે કે દયાબેન શોમાં પરત ફરી શકે છે.

Image Source

અંજલિ અને તારક મહેતા વર્ષ 2021ના કેટલાક જરૂરી મિશનને લઈને વાત કરી રહ્યા છે, જેમાં પોપટલાલના લગ્ન અને કોરોના વેક્સીનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજ વાતચીતની અંદર આગળના બે મિશન ઉપર અંજલિ અને તારક મહેતા વાત કરે છે અને આ મિશન છે દયાબેનની ગોકુલધામમાં વાપસી અને તારક મહેતાના ડાયટ ફૂડથી મુક્તિ.

Image Source

હવે એ જોવું અગત્યનું રહ્યું કે આ શોની અંદર દયાબેન ક્યારે પરત ફરી રહ્યા છે. કારણ કે દર્શકો જ નહીં આ શોના મેકર્સ પણ દયાબેન આ શોની અંદર જલ્દી પરત ફરે તેની રાહ જોઈ રહ્યા છે.