મનોરંજન

તો શું બીજીવાર એશ્વર્યા રાય માતા બનવા જઈ રહી છે? બેબી બમ્પ વાળી તસ્વીર વાઇરલ- જાણો સચ્ચાઈ

બોલીવુડના રોમેન્ટિક કપલમાંના એક ઐશ્વર્યા રાઈ અને અભિષેક બચ્ચન મોટા ભાગે ચર્ચામાં આવી જાય છે. ફંક્શન કે પાર્ટીમાં પણ બંન્ને સાથે જોવા મળે છે. બંન્ને વચ્ચેનો પ્રેમ અને બોન્ડિંગ દર્શકોને ખુબ પસંદ આવે છે. ક્યારેક પોતાની દીકરીને લઈને તો ક્યારેક પોતાના વેકેશનને લઈને બંન્ને લોકોની નજરોમાં આવી જ જાય છે.

 

View this post on Instagram

 

Happy New Year. 🥂

A post shared by Abhishek Bachchan (@bachchan) on

એવામાં એકવાર ફરીથી ઐશ-અભિની નવી તસ્વીર સામે આવી છે જે દર્શકોને ખુબ પસંદ આવી રહી છે. સામે આવેલી તસ્વીર ગોવા વેકેશનની છે, જેમાં બંન્ને સમુદ્રના કિનારે સુંદર નજારાની સાથે ચાલતા દેખાઈ રહ્યા છે, અને રોમેંટિક સમય વિતાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

✨❤️✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

બંન્નેની આ તવસીર સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહી છે. તસ્વીર વાઇરલ થવાનું એક બીજું એક કારણ એ પણ છે કે આ તસ્વીરને જોતા એવું લાગી રહ્યું છે ઐશ્વર્યા ફરી એક વાર ગર્ભવતી છે. તસ્વીરમાં તેનું વધેલું પેટ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

Image Source

તસ્વીર સામે આવતાની સાથે જ લોકો માનવા લાગ્યા છે કે ઐશ્વર્યા ગર્ભવતી છે અને જલ્દી બીજા બાળકની માં બનવાની છે. એવામાં ઐશ્વર્યાના પ્રવક્તાનું કહેવું છે કે જેવું લોકો માની રહ્યા છે તેવું કઈ જ નથી. આ બધી વાતો માત્ર અફવાહ છે.
પ્રવક્તાનું કહેવું છે કે તસ્વીરને એવા એન્ગલથી લેવામાં આવી છે જેમાં ઐશ્વર્યાનું પેટ થોડું બહાર નીકળેલું દેખાઈ રહ્યું છે. જેનાથી એ અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે તે ગર્ભવતી છે. પણ હકીકત તો એ છે કે ઐશ ગર્ભવતી નથી. તસ્વીર સામે આવતા એક ઉત્સાહિત ફૈનએ ટ્વીટર પર કહ્યું કે તે ઈચ્છે છે કે ઐશનું એક અન્ય બાળક પણ થાય.

 

View this post on Instagram

 

✨🥰❤️😍OURS…😘💖😇🌟🤗

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

ઐશું-અભિના લગ્ન 20 એપ્રિલ, 2007 ના રોજ થયા હતા. તે સમયે ઐશ 33 વર્ષની અને અભિષેક 31 વર્ષના હતા. ફિલ્મ ‘ગુરુ’ના પ્રિમીયરના દરમિયાન એક હોટેલની બાલ્કનીમાં અભિષેકે ઐશને લગ્ન માટે પ્રપોઝ કયું હતું. લગ્નના 4 વર્ષ પછી વર્ષ 2011 માં ઐશએ દીકરી આરાધ્યાને જન્મ આપ્યો હતો, જે આજે 8 વર્ષની થઇ ચુકી છે.