શું ફરીવાર પ્રેગ્નેટ છે વિશ્વ સુંદરી એશ્વર્યા રાય બચ્ચન ? કાન્સ 2022નો લુક જોઇ યુઝર્સના મનમાં ઉઠ્યા સવાલ

એશ્વર્યા રાય બચ્ચનના કાન લુકને જોઇ યુઝર્સના મનમાં ઉઠ્યા સવાલ, બીજીવાર પ્રેગ્નેટ છે કે શું ?

એશ્વર્યા રાય બચ્ચન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં પણ પોતાનો જલવો વિખેરી રહી છે. તે આ વખતે પણ પતિ અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચન સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચી હતી. અત્યાર સુધી તેના 3-4 લુક્સ સામે આવી ગયા છે. એશ્વર્યાએ રેડ કાર્પેટ પર ફ્લોરેલ બ્લેક ગાઉન પહેર્યુ હતુ, જેમાં તે ઘણી જ ખૂબસુરત લાગી રહી હતી. એશ્વર્યાએ હાલમાં જ પિંક ફોર્મલ લુક કેરી કર્યો હતો અને રેડ કાર્પેટ પર ગયાબાદ તેણે પિંક શિમરી ગાઉન કેરી કર્યુ હતુ.

એકબાજુ જ્યાં એશ્વર્યાની ખૂબસુરતીની બધા પ્રશંસા કરી રહ્યા છે, ત્યાં તેની કેટલાક લોકો તેની તસવીરો પર કમેન્ટ કરી તેને પૂછી રહ્યા છે કે, શું તે પ્રેગ્નેટ છે ? તો કેટલાક પૂછી રહ્યા છે કે શું આરાધ્યાનો નાનો ભાઈ કે બહેન આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે એશ્વર્યાની પ્રેગ્નન્સીની ખબર આવી હોય. આ પહેલા પણ જ્યારે તેને કેટલીક વખત સ્પોટ કરવામાં આવી ત્યારે આ જ સવાલો ઉભા થયા હતા. ગયા વર્ષે પણ આ સમાચાર આવ્યા હતા. જો કે એવું નથી. આ સાથે એશ્વર્યાએ આ વિશે ક્યારેય ટિપ્પણી કરી નથી.

એશ્વર્યાને કેટલાક યુઝર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવી રહી છે. ઘણાં યુઝર્સનું કહેવું છે કે, એશ્વર્યાએ બોટોક્સ વધુ પડતા લીધા હોય તેમ લાગે છે, કારણ કે તેનાં ચહેરા પર સોજા છે. અન્ય એકે એવી કમેન્ટ કરી હતી કે એશ્વર્યાએ લીપ સર્જરી કરાવી છે. એશ્વર્યા હવે વૃદ્ધ લાગે છે. તેના ચહેરા પર પહેલાં જેવી ચમક નથી રહી. અન્ય એકે કહ્યું યાર આને શું જરૂર હતી પ્લાસ્ટિક સર્જરીની. કેમ ચહેરો બગાડી નાખ્યો ? બોટોક્સ લુક. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2002થી એશ્વર્યા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપે છે.

2002માં એશ્વર્યા પોતાની ફિલ્મ ‘દેવદાસ’ માટે આવી હતી. ત્યાં વર્ષ 2019માં ઐશ્વર્યા બ્લૂ સિન્ડ્રેલા ગાઉનમાં જોવા મળી હતી. 2020 તથા 2021માં કોરોનાના કેસ વધુ હોવાથી કાન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું નહોતું.એશ્વર્યા ટૂંક સમયમાં ફિલ્મ પોનીયિન સેલવાનમાં જોવા મળશે અને ગયા વર્ષે ઐશ્વર્યાએ આ ફિલ્મ માટે શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મનું દિગ્દર્શન મણિરત્નમ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by aish rani (@aishwariyarai.bachchan)

કાન્સની વાત કરીએ તો, 17 મેથી 28 મે સુધી ચાલનારા આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં દીપિકા પાદુકોણ અંતરનો ભાગ બની છે. ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન 18 મેના રોજ કરવામાં આવ્યું હતું. દીપિકા પાદુકોણ સાથે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર જોવા મળ્યા હતા. તમન્ના ભાટિયા, ઉર્વશી રૌતેલા, નવાઝુદ્દીન સિદ્દીકી, આર માધવન, એઆર રહેમાન અને પૂજા હેગડે પણ તેમની સાથે દેખાયા હતા.જણાવી દઇએ કે આ વખતે કાન્સ ફેસ્ટિવલ ભારત માટે ખૂબ જ ખાસ છે. ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. યોગાનુયોગ કાન્સના પણ 75 વર્ષ થઈ રહ્યા છે. ભારત 2022 ‘માર્ચ ડુ ફિલ્મ’ (કાન્સ ફિલ્મ માર્કેટ) માં સન્માનિત દેશ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by aish rani (@aishwariyarai.bachchan)

એશ્વર્યા લાંબા સમયથી મોટા પડદા પર જોવા મળી નથી. તે છેલ્લે વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ફન્ને ખાંમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં ઐશ્વર્યા સાથે રાજકુમાર રાવ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. જોકે આ ફિલ્મ કંઈ ખાસ બતાવી શકી નથી.

Shah Jina