અજબગજબ

શું સાચે જ પાણીમાં તરી રહ્યો છે 50 ફૂટ લાંબો એનાકોન્ડા? જાણો વાયરલ વિડીયોની સાચી હકીકત

સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો રાતો રાત વાયરલ થઇ જતા હોય છે, એવો જ એક વિડીયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં પાણીની અંદર 50 ફૂટ લાંબો એનાકોન્ડા તરતો દેખાઈ રહ્યો છે.

Image Source

ટ્વીટર ઉપર વાયરલ થઇ રહેલા આ વિડીયોની અંદર બ્રાઝિલમાં 50 ફૂટનો એક એનાકોન્ડાએ નદી પાર કરવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ જોનારા લોકો આ વિડીયો જોઈને કહી રહ્યા છે કે શું આ હકીકત છે? આ વિડીયો પહેલીવાર સામે નથી આવ્યો, 2 વર્ષ પહેલા પણ આ વિડીયો વાયરલ થયો હતો અને ત્યારે પણ સવાલો ઉભા થયા હતા કે આ 50 ફૂટ લાંબો એનાકોન્ડા છે ? વિડીયો પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે આ બ્રાઝિલની જિંગૂ નદી ઉપર ફિલ્માવવામાં આવ્યો છે.

થોડા દિવસ પહેલા જ એક લોકપ્રિય ટ્વીટર એકાઉન્ટ દ્વારા આ વિડીયોને રીપોસ્ટ કરવામાં આવ્યો અને કેપશનમાં લખવામાં આવ્યું કે: “50 ફૂટથી વધારે લાંબો એનાકોન્ડા, બ્રાઝિલના જિંગૂ નદીમાં જોવા મળ્યો.”

Image Source

માઈક્રોબ્લોગીંગ પ્લેટફોર્મ ઉપર આ વિડીયોને 7 લાખથી પણ વધારે વખત જોવામાં આવ્યો છે. આ ક્લિપની અંદર એક સુપરસાઈજ્ડ સાપને “નદી”ના એક કિનારાથી બીજા કિનારા ઉપર જતા જોઈ શકાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઍનાકોન્ડાની લંબાઈ 50 ફૂટથી પણ લાંબી છે પરંતુ આ હકીકત નથી.

ફેક્ટ ચેકીંગ વેબસાઈટ દેટ્સ નૉનસેન્સ અનુસાર ઇન્ટરનેટ ઉપર જોવા મળી રહેલા આ વિડીયોમાંથી એક શરૂઆતી ઉદાહરણ એપ્રિલ 2018નું છે. તેને યુટ્યુબ ઉપર “જાયન્ટ એનાકોન્ડા ક્રોસિંગ ધ રોડ” શીર્ષકની સાથે અને જગ્યાના નામ સાથે અપલોડ કરવામાં આવ્યો હતો.

જો તમે આ વિડીયોની સરખામણી વાયરલ વિડીયો સાથે કરશો તો જોવા મળશે કે 50 ફૂટ લાંબા આ એનાકોન્ડાનો દાવો કરનારા આ વિડીયોને સ્ટ્રેચ કરવામાં આવ્યો છે. વિડીયોનું ડાયમેંશન બદલ્યા પછી હકીકતમાં જેટલો મોટો દેખાઈ રહ્યો છે, તેનાથી વધારે મોટો દેખાવવા લાગશે.

એક સમાચાર વેબસાઈટ પ્રમાણે આ મૂળરૂપે ખાતરી કરવામાં આવી છે કે મૂળ કલીપ હકીકતમાં 2018ની છે અને સાપને એક રોડને પાર કરતા બતાવે છે. નદી નહીં. માટે 50 ફૂટના એનાકોન્ડાનો દાવો એકદમ ખોટો છે.