ભરૂચના યુવાને હિંમત અને મનોબળથી કોરોનાને આપી માત, ફેફસા 100% સંક્રમિત, 60 ઓક્સિજન લેવલ અને તો પણ…

હાલ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ કોરોનાની મહામારી યથાવત છે અને તેમાં પણ કોરોનાની આ બીજી લહેર તો ઘણી જ ઘાતક સબિત થઇ છે. આ લહેરમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે પરંતુ હાલ ભરૂચમાંથી એક કિસ્સો સામે આવ્યો છે તેમાં યુવકે ફેફસા 10 ટકા ઇન્ફેક્ટેડ હોવા છત્તા અને ઓક્સિજન લેવલ પણ ઓછુ થવા છત્તાં તેણે 20 દિવસમાં કોરોનાને માત આપી છે.

ભરૂચમાં 35 વર્ષિય કોરોના પોઝિટિવ ઇર્શાદભાઇ શેખે ગત તારીખ 6 એપ્રિલે કોરોનાના લક્ષણો દેખાયા હતા અને તેમને ભરૂચની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની પરિસ્થિતિમાં ત્રણ દિવસમાં કોઇ સુધારો ના દેખાતા તેને વધુ સારવાર માટે સુરત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ યુવકના સીટી સ્કેન રીપોર્ટમાં ફેફસામાં 100 ટકા ઇન્ફેક્શન થયુ હોવાનું જાણવા મળ્યુ હતુ. તેઓનું ઓક્સિજન લેવલ પણ દાખલ થયા તે સમયે 60 હતુ તે બાદ તેમને NRMB પર રાખવામાં આવતા તો પણ તેમનું લેવલ 80 રહેતુ હતુ. તેમને 10 દિવસ બાયપેપ પર રાખવામાં આવ્યા હતા. તેમના માતાનું પણ કોરોનાથી નિધન થઇ

તમને જણાવી દઇએ કે, તેમના માતા-પિતા પણ કોરોનાથી સંક્રમિત થઇ ગયા હતા અને તેમના માતાનું નિધન થઇ ગયુ જયારે તેમના પિતા સ્વસ્થ થઇ ગયા છે. તેઓ પણ કોરોનાને માત આપી ઘરે પરત ફરતા પરિવારમાં પણ ખુશી જોવા મળી હતી. તેમના ફેફસા 100 ટકા સંક્રમિત હોવા છત્તાં પણ તેઓએ તેમની હિંમત અને મનોબળથી કોરોનાને માત આપી હતી. ખાસ વાત તો એ છે કે, તેમનુ ઓક્સિજન લેવલ 60 હતુ તે છત્તાં પણ તેમને વેન્ટીલેટરની જરૂર પડી ન હતી. સ્વસ્થ થઇ જતા તેઓને 25 મેના રોજ રજા આપવામાં આવી હતી.

Shah Jina