ટ્રેડમિલ જેવા મશીન ઉપર ચઢીને બળદ કાઢી રહ્યો છે પાણી, વીડિયો વાયરલક થતા જ લોકોએ કહ્યું પશુનું શોષણ બંધ કરો

IAS દ્વારા શેર કરવામાં આવ્યો નવી સિંચાઈ રીતનો વીડિયો, કહ્યું “જોરદાર” તો યુઝર્સ બોલ્યા… “આ પશુઓનું શોષણ છે !”, જુઓ વીડિયો

આપણા દેશની અંદર કોઈપણ સમસ્યા માટે કોઈને કોઈ જુગાડ લોકો શોધી જ લેતા હોય છે. ખાસ કરીને ગામડામાં લોકો પોતાનું કામ સરળ કરવા માટે જુગાડ અપનાવતા હોય છે. ઇન્ટરનેટ પર પણ આવા જુગાડના ઘણા બધા વીડિયો પણ સામે આવતા હોય છે, જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાથી હંમેશા સમાચારમાં રહેનારા IAS ઓફિસર અવનીશ શરણે આ અંગે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં બળદને ટ્રેડમિલની જેમ મશીન પર ચાલતો બતાવવામાં આવ્યો છે.

આ મશીન એક પંપ સાથે જોડાયેલ છે, જે સિંચાઈ માટે ખેતરોમાં પાણી પહોંચાડવામાં મદદરૂપ સાબિત થાય છે. અવનીશ શરણે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર પોતાના એકાઉન્ટ હેન્ડલ પરથી લગભગ દોઢ મિનિટનો આ વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોને લગભગ 2 લાખ કરતા વધુ વખત જોવામાં આવ્યો છે અને લગભગ 10 હજારથી વધુ યુઝર્સ દ્વારા તેને લાઈક કરવામાં આવ્યો છે.

વીડિયોમાં એક વ્યક્તિ ઇલેક્ટ્રિક મોટર સાથે જોડાયેલા કેટલાક લાઇટ બલ્બને ચાલુ કરતો જોઈ શકાય છે. તે અન્ય મશીનો સાથે જોડાયેલ છે અને બળદને ટ્રેડમિલ જેવુ મશીન ચલાવતા જોઈ શકાય છે. પોસ્ટ શેર કરતા અવનીશ શરણે કેપ્શનમાં લખ્યું, રૂરલ ઈન્ડિયા ઈનોવેશન, ઈટ્સ અમેઝિંગ. શેર કરેલી વિડિયો ક્લિપ થોડા જ કલાકોમાં વાયરલ થઈ ગઈ. જોકે, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પણ આ ઈનોવેશનની પ્રશંસા કરી છે.

એક યુઝરે લખ્યું, જાનવરોના દર્દને નજરઅંદાજ ન કરી શકાય. તેઓને આવા સ્થળોએ ચાલવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે, આગળ વધવાનો આ ધીમો પરંતુ નક્કર રસ્તો છે. ત્રીજા યુઝરે લખ્યું, “આવા સ્વદેશી નવીનતાઓ દ્વારા પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરીને, યુવાનોને દેશની અર્થવ્યવસ્થામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.” સાથે જ એક યુઝરે તેને પ્રાણીઓના શોષણનો ખરાબ રસ્તો ગણાવ્યો છે.

Niraj Patel