મનોરંજન

ઈરફાન ખાનના દીકરા બાબીલે આપ્યો ભાવુક સંદેશ, લંડનમાં કરે છે અભ્યાસ, કહ્યું: “મારા શબ્દો મારો સાથ નથી આપતા…”

ગઈકાલે બૉલીવુડ અને હોલીવુડના ખુબ જ ખ્યાતનામ અને ટેલેન્ટેડ અભિનેતા ઇરફાન ખાનનું કેન્સરના કારણે આવસાન થયું, ઈરફાનની હવે યાદો જ બચી છે ત્યારે ઘણા બોલીવુડના અભિનેતાથી લઈને રાજનેતાઓએ પણ તેમના નિધન ઉપર દુઃખ વ્યક્ત કર્યું, હવે ઇરફાનના દીકરાનો એક ભાવુક સંદેશ આવ્યો છે, જેને તેને ઇન્સ્ટાગ્રામના સ્ટેટસમાં મુક્યો છે. અને એ તમામ લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો છે જે આ મુશ્કેલ સમયમાં તેમની સાથે આવીને ઊભા રહ્યા છે.

Image Source

ઈરફાન ખાનને બે દીકરા છે બાબીલ અને અયાન, જેમાં મોટો દીકરો બાબીલ લંડનમાં અભ્યાસ કરે છે, લોકડાઉનના થોડા દિવસ અગાઉ જ બાબીલ લંડનથી ભારત આવ્યો હતો અને પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો હતો, અને લોકડાઉનમાં જ તેના પિતાનું અવસાન થયું, જેનું દુઃખ તો એજ જાણી શકે.

Image Source

ઈરફાન ખાનના અવસાન થતા ઘણા લોકો મદદ માટે આગળ પણ આવ્યા અને ઘણા લોકોએ પોતાનું દુઃખ સોશિયલ મીડિયા દ્વારા અભિવ્યક્ત પણ કર્યું, પરંતુ એ દરેકના જવાબ બાબીલ આપી શક્યો નથી જેના કારણે તેને ઇન્સ્ટાગ્રામ સ્ટેટ્સમાં એક પોસ્ટ કરી અને કહ્યું છે:

“તમે બધા મારા પ્રેમાળ મિત્રોએ મારા માટે જે સહાનુભૂતિ બતાવી છે, તેના માટે હું તમારો આભારી છું, જોકે આશા રાખું છું કે તમે લોકો આ સમજશો કે હું જવાબ આપવામાં અસમર્થ છું, કારણે હાલમાં શબ્દો મારો સાથ નથી આપી રહ્યા, હું તમને બધાને જવાબ આપીશ પરંતુ હમણાં નહીં, ખુબ ખુબ આભાર, લવ યુ.”

Image Source

ઇરફાન ખાનની માતાનું નિધન પણ 25 એપ્રિલના રોજ થયું હતું, હજુ પરિવાર આ ઊંડા શોકમાંથી બહાર આવ્યો નહોતો ત્યાંજ ઇરફાનના અચાનક મૃત્યુએ સૌને ઊંડા દુઃખમાં પહોચાડી દીધા છે. ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

Author: GujjuRocks Team