મનોરંજન

થિયેટરના દિવસોમાં પણ એકટિંગમાં માસ્ટર હતા ઈરફાન ખાન, જુઓ તેની ના જોયેલી તસવીરો

બોલિવૂડમાં જાદુઈ એક્ટર ગણાતા એવા ઈરફાન ખાને તેના કેરિયેરની શરૂઆત થિયેટરથી કરી હતી. તે જેટલા સારા એક્ટર મોટા પડદા પર હતા એટલો જ શાનદાર અભિનય તેના થિયેટરના દિવસોમાં કરતા હતા. ચાલો આજે એના થિયેટર સમયના કોઈ દિવસ ના જોયેલા ફોટા જોઈએ.

ઉત્તરાખંડના નૈનીતાલ ના રહેવાસી અને નાટ્ય સંસ્થા મંચ ના સ્થાપક ઈદ્રીસ મલિક એ ઈરફાન ખાન સાથે 20 થી વધારે નાટકો, સીરીયલ અને ફિલ્મો માં કામ કર્યું હતું. એમને જાણવું હતું કે ઈરફાન ખાન થિયેટર માં પણ માસ્ટર હતા.

ઈદ્રીસ ઈરફાન ખાન સાથે હમરાહી, બનેગી અપની બાત અને ભારત એક ખોજ મેં ભી કામ કરી ચૂકેલ છે.

એટલું જ નહિ ઈરફાન ખાન નાટ્ય સંસ્થા મંચ તરફ થી નૈનાતાલ ના બી.એમ. શાહ ઓપન થિયેટર માં આયોજિત થયેલ ગ્રિશમ નાટ્ય મહોત્સવ માં જ્યુરી મેમ્બર રહી ચૂકેલ છે.

ઇફાન ખાન પેહલી વાર વર્ષ ૧૯૮૬ માં નૈનાતાલ આવ્યા હતા જયારે તે રાષ્ટ્રીય નાટ્ય વિધ્યાલય ના છાત્ર હતા. એન.એસ.ડી ના છેલ્લા વર્ષ ના છાત્રો ટૂર માં નૈનાતાલ આવ્યા હતા. ટૂર માં પહોંચેલા ઈરફાન ખાન ઈદ્રીસ ના ઘરે પણ ગયા હતા.

ઈરફાન ખાન એ સમય એ ઈદ્રીસ સાથે મળી ને રૂમ માં જમવાનું સાથે બનાવતા અને કોઈક વાર તો એક જ વાસણ માં ખાયી લેતા હતા. ઈરફાન ખુબ જ સામાન્ય પરિવાર માં જન્મેલ હતા. તે હંમેશા કલા પ્રત્યે ખુબ જ આકર્ષિત હતા.