મનોરંજન

ઈરફાન ખાનનો ફેન્સ માટેનો અંતિમ સંદેશો થયો વાયરલ, કહ્યું કે-અને હા… મારી રાહ જોજો… જુઓ વિડીયો

ગઈ કાલે બોલીવુડના દિગ્ગ્જ એક્ટર ઈરફાન ખાને અલવિદા કહી દીધી હતી. ઈરફાન ખાને તેના પ્રસંશકો માટે અંતિમ સંદેશો આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Irrfan (@irrfan) on

ઈરફાન ખાન બુધવારે મૃત્યુ થયું હતું. ઈરફાન ખાનની લથડતી તબિયતને કારણે તે છેલ્લી ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ના પ્રમોશનમાં ભાગ લઇ શક્યા ન હતા. ઈરફાન ખાને તેનો અંતિમ સંદેશો આપ્યો હતો કે, જિંદગીમાં મુશ્કેલી આવે છે પરંતુ તેને સકારાત્મક રીતે લેવા જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Irrfan (@irrfan) on

આ સાથે જ તેને એક ઓડિયો સંદેશો પણ રેકોર્ડ કર્યો હતો. ઇરફાને સંદેશામાં કહ્યું હતું કે, હેલો ભાઈઓ-બહેનો, નમસ્કાર. હું ઈરફાન…હું આજે તમારી સાથે છું પણ ખરી અને નથી પણ.

 

View this post on Instagram

 

Yogi aur Jaya ko pyaar dene ke liye dhanyawad 🙏👍

A post shared by Irrfan (@irrfan) on

ઇરફાન ખાને પોતાના ચાહકો પ્રત્યે ભાવનાત્મક ભાવનાઓ વ્યક્ત કરતી વખતે આ સંદેશમાં કહ્યું કે, “સારું, આ ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ મારા માટે ખૂબ ખાસ છે. મારો વિશ્વાસ કરો, હું હૃદયપૂર્વક ઈચ્છતો હતો કે ફિલ્મનો પ્રમોશન એટલું પ્રેમથી કરું કે જેટલી પ્રેમથી આ ફિલ્મ બનાવી છે.” હોમી અદાજનીયા દ્વારા આ ફિલ્મનું નિર્દેશન ત્યારે કરવામાં આવ્યું હતું જયારે ઇરફાન ન્યુરોએન્ડ્રોક્રાઇન ટ્યુમરની સારવાર લઈ રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Irrfan (@irrfan) on

ઇરફાન ખાને કહ્યું, “પરંતુ મારા શરીરની અંદર કેટલાક અનિચ્છનીય મહેમાનો બેઠા છે. તેમની સાથે વાતચીત ચાલી રહી છે. ચાલો જોઈએ કે કઈ બાજુ બેસે છે. જેમ જેમ તેમ થશે, તમને મદદ મળશે.” ઇરફાન વધુમાં કહ્યું હતું કે, આ કહેવત છે જ્યારે જીવન તમને લીંબુ આપે છે, ત્યારે તમે લીંબુનું શરબત કરો છો. તે બોલવામાં સારું લાગે છે, પરંતુ વાસ્તવિકતામાં જ્યારે જીવન તમારા હાથમાં લીંબુ મૂકે છે ત્યારે શિકંજી બનાવવાનું ખૂબ મુશ્કેલ થઈ જાય છે. પરંતુ સકારાત્મક રહેવા સિવાય બીજો વિકલ્પ શું છે?

 

View this post on Instagram

 

A post shared by Irrfan (@irrfan) on

ઇરફાન ખાને વધુમાં કહ્યું કે આ સંજોગોમાં તમે લીંબુ શિકંજી બનાવી શકો છો કે નહીં, તે તમારા પર છે. ઇરફાને કહ્યું, “અમે બધાએ આ ફિલ્મ એક જ હકારાત્મકતાથી બનાવી છે અને હું આશા રાખું છું કે આ ફિલ્મ તમને કંઈક નવું શીખડાવે, હસાવે, તમને રડાવે અને ફરીથી હસાવશે” તેના સંદેશમાં તેણે અંતે કહ્યું, “ટ્રેલરની મજા માણી લો અને એકબીજા પ્રત્યે કરુણા રાખો. આ સાથે જ મારી રાહ જુઓ.”

આ વિડીયો છે જેમાં ઇરફાને અંતિમ મેસેઝ આપ્યો છે ફેન્સ માટે.. જરૂર જુઓ:

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.