૨૯ એપ્રિલે ઇરફાન ખાનનું અવસાન અને ૩૦ એપ્રિલે રિશી કપૂરનું અવસાન – આ બે સમાચારે ભારતનાં ફિલ્મજગતને હચમચાવી મૂક્યું છે. લાગલગાટ બે દિવસમાં બે ખ્યાતનામ, ઉચ્ચ અભિનયક્ષમતા ધરાવતા એક્ટરોનું નિધન ફિલ્મરસિકો માટે આઘાતજનક છે.

અહીં ઇરફાન ખાન અને રિશી કપૂરના સબંધની એક વાત મૂકી છે. બંને કલાકારોએ ‘ડી-ડે’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું, જે નિખિલ અડવાણીએ ડિરેક્ટ કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં ઇરફાન ખાન રિશી કપૂર સાથેનાં આ ફિલ્મ વિશેનાં સંસ્મરણો વાગોળે છે, તે બહુ રોચક છે.
રિશી પાસે વાતોનો ભંડાર હોય છે:
ઇરફાન ખાન ડી-ડે ફિલ્મના શૂટિંગ વખની વાત કરતા કહે છે, કે ‘દિવસનું શૂટિંગ પૂર્ણ થયા બાદ બધા રિશી કપૂરની આજુબાજુ ગોઠવાઈને બેસીને જતા. રિશી પાસે ઘણીબધી વાતો હોય છે. તે બધા સાંભળતા અને આનંદ લેતા.’

ઇરફાન વધુમાં જણાવે છે, કે ‘રિશી કપૂર સાથે કામ કરવા મળશે એવું તો મેં સપનામાં પણ નહોતું વિચાર્યું! તે એક સાધારણ કલાકાર છે અને તેની સાથે કામ કરવાની મજા આવે છે.’
ઉલ્લેખનીય છે, કે ઇરફાનનું અવસાન મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં થયું છે. તેની ઉંમર ૫૪ વર્ષની હતી. ૬૭ વર્ષની વયે રિશી કપૂરનું નિધન મુંબઈની એચ.એન રિલાયન્સ અસ્પતાલમાં થયું છે. રિશીની તબિયત બગડતા તેઓ આઇસીયુ પર હતા. અમિતાભ બચ્ચને સવારે ટ્વિટ કરીને રિશી કપૂરનાં અવસાન વિશે જણાવતા કહ્યું, કે હું તૂટી ગયો છું!
ઈશ્વર હિન્દી ફિલ્મોના આ બંને દિગ્ગજ અભિનેતાઓના આત્માને શાંતિ અર્પે એ પ્રાર્થના!
|| ૐ શાંતિ ૐ ||
Author: કૌશલ બારડ: GujjuRocks Team