ખબર ફિલ્મી દુનિયા

‘પઠાણ પરિવારમાં બ્રાહ્મણ પેદા થયો’ જાણો ઈરફાન ખાનના જીવનના સિક્રેટ

આજે બોલીવુડનો એક ખુબ જ પ્રતિભાશાળી સિતારો આઠમી ગયો, પોતાના દેખાવથી નહિ પરંતુ પોતાના અભિનયથી જેને બૉલીવુડ અને હોલીવુડમાં પણ સફળ કામ કર્યું એવા અભિનેતા ઇરફાન ખાનના અચાનક થયેલા નિધનથી બૉલીવુડ શોકમગ્ન છે.

Image Source

ઇરફાન ખાન ભલે મુસ્લિમ પરિવારમાં તેને જન્મ લીધો હોય પરંતુ તે શુદ્ધ શાકાહારી હતો, પઠાણ પરિવારમાં જન્મ લીધો હોવા છતાં પણ ઇરફાન મીટ કે માંસ નહોતા ખાતા. ઇરફાનના પિતાનું નામ જાગરીદાર ખાન હતું, અને તેઓ ટાયરનો વ્યવસાય કરતા હતા. તેના પિતા ઇરફાનના શાકાહારી હોવા ઉપર વારંવાર મઝાકમાં કહેતા કે “પઠાણ પરિવારમાં બ્રામ્હણ જન્મ્યો છે.”

Image Source

ઇરફાન જયારે નેનો હતો ત્યારે તેના પિતા તેને પોતાની સાથે શિકાર ઉપર પણ લઇ જતા હતા, પરંતુ ઇરફાન નિર્દોષ પ્રાણીઓને મારવામાં સંકોચ અનુભવતો હતો, તે માનતો હતો કે જો આપણે તેમનો શિકાર કરીએ તો એ પ્રાણીઓના પરિવારનું શું થશે? જેના કારણે રાઇફલ શૂટિંગ આવડતું હોવા છતાં પણ તેને ક્યારેય કોઈ અબોલ પ્રાણીનો શિકાર નથી કર્યો.

Image Source

ઇરફાન જયારે ભણતો હતો ત્યારે જ તેના પિતાનું નિધન થયું હતું, અને આજે જયારે ઈરફાનનું નિધન થયું એના પાંચ દિવસ પહેલા જ તેની માતાનું પણ નિધન થયું હતું, ઇરફાના છેલ્લા શબ્દો પણ એજ હતા કે :અમ્મી મુજે બિલ રહી હે”. ઇરફાન તેના અભિનયના કારણે દુનિયાભરમાં પ્રચલિત હતો, ભલે આજે તે આપણી વચ્ચે નથી, પરંતુ તેની યાદો હંમેશા આપણી સાથે જોડાયેલી રહેશે.

Author: GujjuRocks Team