ખબર ફિલ્મી દુનિયા

બોલિવૂડના આ દિગ્ગજ હીરોના માતાનું 82 વર્ષની વયે નિધન, માતાના અંતિમ સંસ્કાર પણ નસીબમાં નથી, કારણ જાણીને રડી પડશો

બોલિવૂડ અભિનેતા ઇરફાન ખાનની માતા સઈદા બેગમનું શનિવારના રોજ જયપુરમાં નિધન થયું. તેમની ઉમર 80 વર્ષથી વધુ હતી. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને શનિવારની સવારે અંતિમ શ્વાસ લીધા. પરિવારજનોએ જણાવ્યું કે અભિનેતા ઈરફાન ખાન ની માતા છેલ્લા ઘણાં સમયથી બીમાર હતા. ઈરફાનના માતા-પિતા ટોંકના રહેવાસી હતા. ઈરફાનનું બાળપણ પણ ટોંકમાં પસાર થયું છે. અત્યારે ઈરફાન પણ બીમારીથી ગ્રસ્ત છે. તેના માટે આ ખૂબ જ દુખના સમાચાર છે.વિદેશમાં હોવાને કારણે પુત્ર ઈરફાન પોતાની માતાના અંતિમ સંસ્કારમાં શામેલ થઈ શક્યો નથી.

Image Source

ટોન્કના નવાબના પરિવાર સાથે સંબંધ ધરાવતી સઈદા બેગમની છેલ્લા ઘણા દિવસોથી તબિયત ખરાબ હતી. તેમને જયપુર સ્થિત પોતાના નિવાસે જ અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારથી તેમના પરિવારમાં શોક છવાઈ ગયો છે. ઇરફાન ખાન હાલ મુંબઈમાં છે અને તેમને વિડીયો કોન્ફરન્સ દ્વારા અંતિમ દર્શન કર્યા હતા. લોકડાઉનને કારણે તેઓ પોતાની માની અંતિમ યાત્રામાં સામેલ કદાચ જ થઇ શકે. ઈરફાન ખાનના પિતાનું નિધન થોડા વર્ષો પહેલા જ થઇ ગયું હતું.

Image Source

સઇદા બેગમના પરિજનોએ જણાવ્યું કે તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતી. હાલમાં ઇરફાન પણ બીમારીની સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે, એમના માટે આ ખૂબ જ દુઃખદ છે. કોરોનાના કારણે ઈરફાનની માતાની દફનવિધિમાં ઘરના ગણતરીના લોકો જ કબ્રસ્તાન જશે અને અહીં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ધ્યાન રાખવામાં આવશે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.