મનોરંજન

પત્નીના કારણે બોલિવુડ પર રાજ કરતા હતા ઇરફાન ખાન, મૃત્યુની પહેલા આ સિક્રેટ કહેલું હતું

53 વર્ષીય ઇરફાન ખાનના નિધનના સમાચારથી બોલિવુડ શોકમગ્ન છે. ઇરફાન પોતાના સ્વાસ્થ્યને લઇને ખુબ જ ચિંતામાં રહેતા હતા. તે કેન્સર સામે લડાઇ લડી રહ્યા હતા, એવુ કહી શકાય કે તેમણે કેન્સર સામે જંગ જીતી લીધી હતી. ઇરફાને પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું મારી પત્ની માટે જીવવા માંગુ છું. આ પરથી જ ખ્યાલ આવે છે કે ઇરફાન પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતા હતા. તો આવો તેમની લવસ્ટોરી વિશે જાણીએ, કે તેઓ પહેલા ક્યાં મળ્યા અને પ્રેમ કેવી રીતે થયો? તથા ઇરફાન ખાને કેવી રીતે અભિનયની દુનિયામાં આવ્યો ?

અહીં થઇ હતી પત્ની સુતાપા સાથે ઇરફાન ખાનની પહેલી મુલાકાત
સ્કૂલ ઓફ ડ્રામાનો ભાગ બનવા માટે ઇરફાન દિલ્હી પહોંચ્યા હતા. અહીં પહેલી વખત નાટક પ્રેક્ટિસ સેશન દરમિયાન, ઇરફાને સુતાપા તરફ જોયું અને પ્રથમ નજરમાં તે ખૂબ જ સારી લાગવા લાગી. સુતાપા તે સમયે એક્ટિંગ શીખી રહી છે, પરંતુ સુતાપાને રસ એક્ટિંગમાં નહીં પણ સ્ક્રિન પ્લે રાઇટિંગમાં વધુ રુચિ હતી.

ત્યાર બાદ ઇરફાન અને સુતાપા વચ્ચે થઇ દોસ્તી
એક દિવસ અચાનક ઇરફાન ખાન સુતાપાથી પહોંચ્યા અને પહેલી ફોર્મલ મુલાકાતમાં જ તે બંને વચ્ચે સારી દોસ્તી થઇ ગઇ. થોડા દિવસોમાં ઇરફાન ખાને સુતાપાને પ્રપોઝ પણ કરી. સુતાપા અને ઇરફાના શોખ અને વિચારો પણ એક જેવા જ હતા. તેથી બંને રિલશેનશિપમાં આવ્યાં.

ઇરફાન અને સુતાપા મળીને જોયા હતા આ સપના
ઇરફાન અને સુતાપા એકબીજાની સાથે કદમથી કદમ મેળવીને ચાલનારા હતા. તેઓ દુનિયા જીતવા માંગતા હતા. વર્ષ 1995માં ઇરફાન અને સુતાપાએ પોતાને એન્ટરટેન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પોતાના પગ જમાવી લીધા હતા. ત્યાર બાદ વર્ષો જુની રિલેશનશિપને આગળ વધારવા માટે વર્ષ 1995માં કોર્ટમાં જઇને રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા અને લગ્નના બંધનમાં બંધાઇ ગયાને તેમની ગૃહસ્થી શરુ થઇ.

ઇરફાન અને સુતાપા એકબીજાના ફેન અને ક્રિટિક પણ હતા
ઇરફાન અને સુતાપા એક બીજાના સારા મિત્રો હતા. હમસફર હોવાની સાથે તેઓ ફેન અને ક્રિટિક પણ હતા. ઇરફાને પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યારે અમે એક સ્કૂલમાં હતા ત્યારે મને અહેસાસ થયો કે મારાથી વધુ અન્ડરસસ્ટેન્ડિગ સુતાપા છે. પર્ફોર્મન્સથી લઇને મને વધુ સારી રીતે સમજાવે છે. સુતાપાની અંદર ખુબજ ક્રિએટિવ એનર્જી રહેલી છે.

Image Source

કેન્સર સામે લડત આપતા ઇરફાને કહી હતી આ વાત
વર્ષ 2018ના રોજ ઇરફાન ખાનને ખબર પડી હતી કે તેમને ન્યુરોઇન્ડોક્રાઇન ટ્યુમર છે. ગયા વર્ષે તે આ બિમારીનો ઇલાજ કરાવી રહ્યા હતા. પોતાના એક ઇન્ટરવ્યુમાં ઇરફાને પોતાની પત્ની વિશે જણાવતા કહ્યું કે, ‘મારી પત્ની મારા માટે સાતો દિવસ અને 24 કલાક મારી સાથે રહી છે. મારી દેખરેખ કરી છે. તેના કારણે મને ઘણી મદદ મળી છે. હું અત્યારે છું તેનું કારણ તે જ છે. જો મને જીવવાનો મોકો મળશે તો હું તેના માટે જ જીવવા માંગીશ…’

ઇરફાને મૃત્યુના થોડા દિવસ પહેલા કહી હતી આ વાત
છેલ્લા કેટલાક દિવસો પહેલા ઇરફાન ખાનની તબિયત અચાનક ખરાબ થઇ હતી. જેના કારણે તેમને મુંબઇ ખાતે કોકિલા બેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કલાકો સુધી મોત સામે લડત આપીને 29 એપ્રિલ, બુધવારના રોજ નિધન થયું હતું. ઇરફાનને થોડા દિવસો પહેલા મીડિયામાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે,’મારા માટે આ સમય રોલર-કોસ્ટર રાઇડ જેવો રહ્યો છે. જેમાં થોડું રડો અને વધુ હસો…’તેઓએ વધુમાં કહેતા જણાવ્યું કે, ‘તે સમયે મને ભયંકર બેચેની થતી હતી, પરંતુ મેં તેને કંટ્રોલ કર્યો. એવુ લાગી રહ્યું હતું કે હું સતત હોપસ્કોચ રમી રહ્યાં હતા. ‘