મનોરંજન

અભિનેતા ઇરફાન ખાન પોતાની પાછળ છોડી ગયા પરિવાર માટે આ આલીશાન ઘર, જુઓ તસવીરો

બોલીવુડને અચાનક ધ્રાસ્કો લાગ્યો જયારે અભિનેતા ઇરફાન ખાનના નિધનના સમાચાર આવ્યા, બૉલીવુડ સામે આખો દેશ તેમના મૃત્યુના સંચાર સાંભળીને દુઃખી થઇ ગયો, એ આ રીતે દુનિયાને છોડીને ચાલ્યો જશે એ કોઈએ કલ્પના પણ નહોતી કરી. હજુ માન્યમાં નથી આવતું કે ઇરફાન આપણી વચ્ચે હયાત નથી, પણ એ હકીકત આજે સ્વિકારીવિ જ પડશે.

Image Source

ઈરફાન ખાને બોલીવુડની સાથે હોલીવુડની પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેના કારણે દુનિયાભરમાં તેમની ખ્યાતિ જોવા મળે છે. ઇરફાન મુંબઈના લોખંડવાલા સ્થિત મડ આઇલેન્ડ એપર્ટમેન્ટમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો.

Image Source

ઇરફાનના પરિવારમાં તેની પત્ની સાથે બે બાળકો પણ છે. પણ આજે ઈરફાન વિનાનું એ ઘર સુણી થઇ ગયું છે, પત્ની અને બાળકો માટે આજે ઇરફાને બનાવેલું આલીશાન ઘર તો છે પણ એ ઘરનો મોભી ઇરફાન આ દુનિયાને છોડીને હંમેશને માટે ચાલ્યો ગયો છે.

Image Source

આજે ઇરફાન નથી પણ એ ઘરમાં તેની યાદો છે, થોડા વર્ષો પહેલા જ તેને પોતાના ઘરને સુંદર રીતે સજાવ્યું હતું, આજે અમે તમને ઇરફાનના એ ઘરની તસવીરો બતાવીશું જ્યાં તે તેના નાના પરિવાર સાથે રહેતો હતો.

Image Source

ઈરફાનનું આ ઘર પ્રખ્યાત ઇન્ટરિયર ડિઝાઈનર શબનમ ગુપ્તાએ ડેકોરેટ કર્યું હતું, ઇરફાને પોતાના ઘરના મુખ્ય દરવાજા ઉપર કાળા, ભૂરા અને સફેદ રંગના ફૂલોના કટ આઉટથી ડિઝાઇન કરાવી છે. ઇરફાન આ એપાર્ટમેન્ટના 5માં માળે રહે છે.

Image Source

ઈરફાનને રંગોથી ખુબ જ પ્રેમ હતો જેના કારણે તેને પોતાન ઘરની અંદરનું ઇન્ટરિયર સફેદ રંગોથી ડિઝાઇન કરાવ્યું છે. આ ઉપરાંત તેમને પોતાના બાળકો અને પત્નીને ગમતા અલગ અલગ લક્ઝુરિયસ રૂમ ડિઝાઇન કરવાય છે. આ સાથે જ તેમને પોતાના ગાર્ડનને પણ સુંદર રીતે સજાવ્યું છે.

Image Source

ઇરફાનના ઘરમાં લિવિંગ રૂમ, સ્ટડી રૂમ અને ગેમિંગ ઝોન પણ છે. તેમને પોતાના ઘરની દીવાલો ઉપર સુંદર કારીગરી પણ કરાવી છે. ઘરની સજાવટ અને ડેકોરેશન પણ સરસ રીતે કરવામાં આવ્યું છે. ઇરફાનના ઘરની અંદર ભૂરા સોનેરી અને સફેદ રંગનું કોમ્બિનેશન જોવા મળે છે.

Image Source

આજે ઇરફાનના ઘરમાં ઇરફાન યાહાટી નથી, છતાં પણ તેના પરિવાર માટે ઈરફાનની ઘણી યાદો જોડાયેલી છે, ઈરફાન વિના આ ઘર આજે સૂનું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.