દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે મોટાભાગના લોકો પોતાના ઘરમાં જ છે એમાં પણ બોલીવુડના સેલેબ્રીટી પણ પોતાના ઘરમાં જ છે, આ બધા વચ્ચે એક દુઃખદ સમાચાર આજે બૉલીવુડ તરફથી આવ્યા છે, બોલીવુડના ખ્યાતનામ અને ખુબ જ ટેલેન્ટેડ અભિનેતા ઇરફાન ખાનનું કેન્સરના કારણે નિધન થયું છે.
લોકડાઉન પહેલા જ ફિલ્મ ઈંગ્લીશ મીડીયમ આવી હતી તેમાં અભિનેતા ઇરફાન ખાને કામ કર્યું હતું, ઇરફાન ખાન બોલીવુડમાં જ નહિ પરંતુ હોલીવુડમાં પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, તેમની અભિનય ક્ષમતા ખુબ જ ખ્યાતનામ હતી અને તેના કારણે જ ઘણા અભિનેતાઓ પણ ઈરફાન ખાનના અભિનયને આદર્શ માનતા હતા.
છેલ્લા ઘણા સમયથી ઈરફાન ખાન કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા, અને ગઈકાલે તેમને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા, અને આજે સવારે જ તેમના નિધનના સમાચાર આવતા જ બોલીવુડમાં શોકનો માહોલ ફરી વાળ્યો હતો.

થોડા દિવસ પહેલા જ ઇરફાન ખાનની માતાનું પણ નિધન થયું હતું, અને આજે ઈરફાન ખાનનું નિધન થતા તેમના પરિવારમાં પણ શોકનું વાતાવરણ પણ પ્રસરી ગયું છે. ઈરફાન ખાન છેલ્લા ઘણા સમયથી વિદેશમાં સારવાર કરી રહ્યા હતા અને પછી સારવાર કરાવીને ભારત પરત ફર્યા બાદ ઇરફા ખાને અંગ્રેજી મીડિયમ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું હતુ. તાજેતરમાં 25 એપ્રિલે ઇરફાન ખાનની માતા સઇદા બેગમનું જયપુર ખાતે નિધન થયું હતુ. તે સમયે અહેવાલ આવ્યા હતા કે લોકડાઉનના કારણે ઇરફાન પોતાની માતાની અંતિમ વિધીમાં જઇ શક્યો ન હતો. તેથી તેણે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જ માતાના અંતિમ દર્શન કર્યા હતા.
T 3516 – .. just getting news of the passing of Irfaan Khan .. this is a most disturbing and sad news .. 🙏
An incredible talent .. a gracious colleague .. a prolific contributor to the World of Cinema .. left us too soon .. creating a huge vacuum ..
Prayers and duas 🙏— Amitabh Bachchan (@SrBachchan) April 29, 2020
પછી અભિનેતાને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જો કે ઇરફાનને શું થયું અને શા માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેની પરિવાર તરફથી કોઇ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. ઇરફાન ઘણા સમયથી બિમાર રહેતા હતા. 53 વર્ષીય ઈરફાન ખાને માર્ચ, 2018માં ખુલાસો કર્યો હતો કે તેમને ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર છે, જેની સારવાર માટે તે લંડન ગયો હતો.

ઇરફાન ખાનના આત્મનને ભગવાન શાંતિ આપે એ જ પ્રાર્થના, તમેન અભિનયને આપણે હંમેશા યાદ રાખીશું.
53 વર્ષીય ઇરફાન ખાનના નિધનના સમાચારથી બોલિવુડ શોકમગ્ન છે. ઇરફાન પોતાના સ્વાસ્થ્યને લઇને ખુબ જ ચિંતામાં રહેતા હતા. તે કેન્સર સામે લડાઇ લડી રહ્યા હતા, એવુ કહી શકાય કે તેમણે કેન્સર સામે જંગ જીતી લીધી હતી. ઇરફાને પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું મારી પત્ની માટે જીવવા માંગુ છું. આ પરથી જ ખ્યાલ આવે છે કે ઇરફાન પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતા હતા. તો આવો તેમની લવસ્ટોરી વિશે જાણીએ, કે તેઓ પહેલા ક્યાં મળ્યા અને પ્રેમ કેવી રીતે થયો? તથા ઇરફાન ખાને કેવી રીતે અભિનયની દુનિયામાં આવ્યો ?
અહીં થઇ હતી પત્ની સુતાપા સાથે ઇરફાન ખાનની પહેલી મુલાકાત
સ્કૂલ ઓફ ડ્રામાનો ભાગ બનવા માટે ઇરફાન દિલ્હી પહોંચ્યા હતા. અહીં પહેલી વખત નાટક પ્રેક્ટિસ સેશન દરમિયાન, ઇરફાને સુતાપા તરફ જોયું અને પ્રથમ નજરમાં તે ખૂબ જ સારી લાગવા લાગી. સુતાપા તે સમયે એક્ટિંગ શીખી રહી છે, પરંતુ સુતાપાને રસ એક્ટિંગમાં નહીં પણ સ્ક્રિન પ્લે રાઇટિંગમાં વધુ રુચિ હતી.
ત્યાર બાદ ઇરફાન અને સુતાપા વચ્ચે થઇ દોસ્તી
એક દિવસ અચાનક ઇરફાન ખાન સુતાપાથી પહોંચ્યા અને પહેલી ફોર્મલ મુલાકાતમાં જ તે બંને વચ્ચે સારી દોસ્તી થઇ ગઇ. થોડા દિવસોમાં ઇરફાન ખાને સુતાપાને પ્રપોઝ પણ કરી. સુતાપા અને ઇરફાના શોખ અને વિચારો પણ એક જેવા જ હતા. તેથી બંને રિલશેનશિપમાં આવ્યાં.
ઇરફાન અને સુતાપા મળીને જોયા હતા આ સપના
ઇરફાન અને સુતાપા એકબીજાની સાથે કદમથી કદમ મેળવીને ચાલનારા હતા. તેઓ દુનિયા જીતવા માંગતા હતા. વર્ષ 1995માં ઇરફાન અને સુતાપાએ પોતાને એન્ટરટેન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પોતાના પગ જમાવી લીધા હતા. ત્યાર બાદ વર્ષો જુની રિલેશનશિપને આગળ વધારવા માટે વર્ષ 1995માં કોર્ટમાં જઇને રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા અને લગ્નના બંધનમાં બંધાઇ ગયાને તેમની ગૃહસ્થી શરુ થઇ.
ઇરફાન અને સુતાપા એકબીજાના ફેન અને ક્રિટિક પણ હતા
ઇરફાન અને સુતાપા એક બીજાના સારા મિત્રો હતા. હમસફર હોવાની સાથે તેઓ ફેન અને ક્રિટિક પણ હતા. ઇરફાને પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યારે અમે એક સ્કૂલમાં હતા ત્યારે મને અહેસાસ થયો કે મારાથી વધુ અન્ડરસસ્ટેન્ડિગ સુતાપા છે. પર્ફોર્મન્સથી લઇને મને વધુ સારી રીતે સમજાવે છે. સુતાપાની અંદર ખુબજ ક્રિએટિવ એનર્જી રહેલી છે.
બોલિવૂડમાં જાદુઈ એક્ટર ગણાતા એવા ઈરફાન ખાને તેના કેરિયેરની શરૂઆત થિયેટરથી કરી હતી. તે જેટલા સારા એક્ટર મોટા પડદા પર હતા એટલો જ શાનદાર અભિનય તેના થિયેટરના દિવસોમાં કરતા હતા. ચાલો આજે એના થિયેટર સમયના કોઈ દિવસ ના જોયેલા ફોટા જોઈએ.
ઉત્તરાખંડના નૈનીતાલ ના રહેવાસી અને નાટ્ય સંસ્થા મંચ ના સ્થાપક ઈદ્રીસ મલિક એ ઈરફાન ખાન સાથે 20 થી વધારે નાટકો, સીરીયલ અને ફિલ્મો માં કામ કર્યું હતું. એમને જાણવું હતું કે ઈરફાન ખાન થિયેટર માં પણ માસ્ટર હતા.
ઈદ્રીસ ઈરફાન ખાન સાથે હમરાહી, બનેગી અપની બાત અને ભારત એક ખોજ મેં ભી કામ કરી ચૂકેલ છે.
એટલું જ નહિ ઈરફાન ખાન નાટ્ય સંસ્થા મંચ તરફ થી નૈનાતાલ ના બી.એમ. શાહ ઓપન થિયેટર માં આયોજિત થયેલ ગ્રિશમ નાટ્ય મહોત્સવ માં જ્યુરી મેમ્બર રહી ચૂકેલ છે.
ઇફાન ખાન પેહલી વાર વર્ષ ૧૯૮૬ માં નૈનાતાલ આવ્યા હતા જયારે તે રાષ્ટ્રીય નાટ્ય વિધ્યાલય ના છાત્ર હતા. એન.એસ.ડી ના છેલ્લા વર્ષ ના છાત્રો ટૂર માં નૈનાતાલ આવ્યા હતા. ટૂર માં પહોંચેલા ઈરફાન ખાન ઈદ્રીસ ના ઘરે પણ ગયા હતા.
ઈરફાન ખાન એ સમય એ ઈદ્રીસ સાથે મળી ને રૂમ માં જમવાનું સાથે બનાવતા અને કોઈક વાર તો એક જ વાસણ માં ખાયી લેતા હતા. ઈરફાન ખુબ જ સામાન્ય પરિવાર માં જન્મેલ હતા. તે હંમેશા કલા પ્રત્યે ખુબ જ આકર્ષિત હતા.
Author: GujjuRocks Team