છેલ્લા ઘણા સમય કેન્સર સામે ઝઝૂમ્યા બાદ બોલીવુડના દિગ્ગ્જ એક્ટર ઈરફાન ખાને આ દુનિયાને અલવિદા કહી દીધું હતી. ઈરફાન ખાને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ઈરફાન ખાનનું નિધન થતા તેના પ્રસંશકોમાં શોક છવાઈ ગયો છે.

એક્ટર ઇરફાન ખાનના બાળપણના મિત્ર અને ભરતપુરના એસપી હૈદર અલી ઝૈદીએ તેમની યાદો શેર કરી છે. તેણે કહ્યું હતું કે તેની માતા ક્યારેય ઇચ્છતી નથી કે તેનો દીકરો ફિલ્મોમાં જાય અથવા અભિનય કરે.

હૈદરે અલીએ એક મીડિયાને જણાવ્યું હતું કે, ઇરફાન ખાનની માતા સઇદા બેગમ ઇચ્છે છે કે તેનો દીકરો ફિલ્મોમાં અભિનય છોડીને જયપુર પરત આવે અને શિક્ષક બને. તેની માતાએ ઇચ્છા કરી કે ઇરફાન ખાન જયપુરમાં તેમના પૂર્વજોના ઘરે બધા સાથે રહે.
ભરતપુરના પોલીસ અધિક્ષક અને ઇરફાનના મિત્ર હૈદર અલી ઝૈદીએ કહ્યું કે ફિલ્મોમાં ખૂબ સફળ હોવા છતાં તેમનો સ્વભાવ ક્યારેય બદલાયો નથી. તે હંમેશાં તેમને ખૂબ જ હૂંફ સાથે મળતો હતો. આ સાથે જ જયારે બેસતા ત્યારે બાળપણની વાત કરતા હતા.

હૈદરઅલી ઝૈદીએ જણાવ્યું કે તે અને ઇરફાન ખાન એક જ સ્કૂલમાં ભણતા હોય બંને સાથે સ્કૂલે જતા હતા. એક દિવસ તેને રસ્તામાં વીજળીના તારથી કરંટ લાગ્યો હતો. બીજા બધા મિત્રો ત્યાંથી ચાલ્યા ગયા અને ત્યાંથી ભાગી ગયા. જ્યારે ઇરફાન ખાને તેમનો જીવ બચાવ્યો હતો ત્યારથી તેની અને ઈરફાન ખાનની મિત્રતા ગાઢ થઇ ગઈ હતી.

જણાવી દઈએ કે, ઈરફાનના નિધનના 4 દિવસ પહેલા માતા સઇદા બેગમનું 25 એપ્રિલના રોજ નિધન થયું હતું. લોકડાઉનને કારણે ઇરફાન ખાન માતાના અંતિમ સંસ્કારમાં પણ ભાગ લઈ શક્યો ન હતો. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.