મનોરંજન

બાળપણમાં આવા દેખાતા અભિનેતા ઇરફાન ખાન, ક્રિકેટર બનવાનું હતું સપનું, જુઓ બાળપણથી લઈને અત્યાર સુધીની તસવીરો

Image Source

થોડા દિવસ પહેલા જ અભિનેતા ઇરફાન ખાનના નિધને બૉલીવુડ સાથે આખા દેશને આઘાતમાં પહોંચાડી દીધું, ઇરફાન ખાન જેટલો પ્રતિભાશાળી અભિનેતા બોલીવુડને ભાગ્યે જ મળશે, તેનો અભિનય વિશ્વકક્ષાએ ઓળખાતો હતો, તને હોલીવુડની પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

Image Source

ઇરફાન ખાનના બાળપણમાં પણ જરાક ડોકિયું કરવા જેવું છે. ચાલો આજે આપણે તેના બાળપણની કેટલીક તસવીરો જોઈએ અને ઇરફાન ખાન વિશેની કેટલીક બાબતો જાણીએ.

Image Source

ઇરફાન ખાનના પિતાનું નામ યાસીન ખાન અને માતાનું નામ સીડા બેગમ છે. તેના ત્રણ ભાઈ બહેન પણ છે જેમાં બહેન રૂકસાના સૌથી મોટી અને બે નાના ભાઈ ઇમરાન ખાન અને સલમાન ખાન છે.

Image Source

ઈરફાનનું મન બાળપણમાં ભણવામાં લાગતું નહોતું, તે પહેલાથી જ ખેલકૂદમાં વધારે રસ ધરાવતા હતા. તે બાળપણમાં ક્રિકેટર બનાવના સપના જોતા હતા.

Image Source

ઈરફાનને બેટિંગ કરવાનું ખુબ જ પસંદ હતું અને તેના કારણે જ સીકે નાયડુ અંદર 23માં તેમનું સિલેક્શન પણ થઇ ગયું હતું, પરંતુ પૈસાની અછતના કારણે તે ના જઈ શક્યા.

Image Source

રાજસ્થાનના પઠાણ પરિવારમાં જન્મેલા ઇરફાનના પિતા, ટાયરનો વ્યવસાય કરતા હતા. ઇરફાનના એનએસડીમાં પ્રવશના પહેલા જ વર્ષે તેના પિતાનો દેહાંત થયો હતો.

Image Source

ઇરફાનના પિતાના નિધન બાદ તેને પૈસા મળતા બંધ થઇ ગયા અને એનએસડી તરફથી મળતી ફૅલોશિપના આધારે જ ઇરફાને પોતાનો આગળનો અભ્યાસ કર્યો.

Image Source

ઈરફાનની માતાનું નિધન પણ ઇરફાનના નિધનના પાંચ દિવસ પહેલા જ થયું હતું, ઇરફાનના છેલ્લા શબ્દો પણ એજ હતા કે “અમ્મી બિલ રહી હે.”

Image Source

ઇરફાને પોતાના કેરિયરની શરૂઆત ટીવી જગતથી કરી હતી, તેને ચાણક્ય, ભારત એક કહો જ જેવી ધરાવહિકમાં કામ કરી અને પોતાનું નામ બનાવ્યું હતું, પરંતુ ટીવીમાં કામ કરી તેમને વધુ સફળતા મળી નહીં.

Image Source

વર્ષ 1988માં ફિલ્મ “સલામ બોમ્બે” દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી, અને આ રીતે તેને પોતાનું નામ ઈન્ડસ્ટ્રીઝમાં વધારવા લાગ્યો.

Image Source

ઈરફાનની ફિલ્મ “પાનસિંગ તોમર” તેના કરિયરની શ્રેષ્ઠ ફિલ્મ હતી, આ ફિલ્મમાં તેના અભિનયની ખુબ જ પ્રસંશા પણ થઇ હતી.

Image Source

ઇરફાને બૉલીવુડ સાથે હોલીવુડની પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, લાઈફ ઓફ પાઈ અને અમેઝિંગ સ્પાઈડર મેન જેવી ફિલ્મોમાં પણ તેને બહુ જ સારું પર્ફોમન્સ આપ્યું હતું.

Image Source

ઇરફાનના અવસાનના થોડા સમય પહેલા જે તેની અંગ્રીજી મીડીયમ ફિલ્મ રિલીઝ થઇ હતી, પરંતુ લોકડાઉનના કારણે તે પડદા ઉપર વધારે ના ચાલી શકી, પરંતુ ઓનલાઈને તેને લોકો નિહાળી અને ઇરફાનના અભિનયની પ્રસંશા કરી રહ્યા છે.

Image Source

ઇરફાનના લગ્ન સુતાપા સિકંદર સાથે થયા છે, ઈરફાનને બે બાળકો પણ છે જેમાં મોટો દીકરો લંડનમાં અભ્યાસ કરે છે તે લોકડાઉનના થોડા દિવસ અગાઉ જ ભારત આવ્યો હતો.

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.