મનોરંજન

જે બીમારીના કારણે ઇરફાન ખાનનો જીવ ગયો એ બીમારી આ મહાન હસ્તીઓનો પણ લીધો છે જીવ

Image Source

આજે બોલીવુડના એક મહાન અભિનેતા ઇરફાન ખાનનું નિધન થયું, ઇરફાન ખાને બૉલીવુડ સાથે હોલીવુડની પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, એટલે તે માત્ર આપણા દેશમાં જ નહિ પરંતુ દુનિયાભરના અભિનેતાઓમાં એક શિરમોર નામ હતું, પરંતુ આજે કેન્સરના કારણે તેમનું નિધન થયું, તેમને જે કેન્સર હતું તેનું નામ છે ન્યૂરોએન્ડોક્રાઈન.  આ કેન્સરના કારણે જ દુનિયાભરના બીજા પણ કેટલાક ખ્યાતનામ લોકોના મૃત્યુ થયા છે.

Image Source

સ્ટીવ જોબ્સ:
એપલના સીઈઓ સ્ટીવ જોબ્સને વર્ષ 2003માં ડોકારોએ જણાવ્યું હતું કે તેમને ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યુમર છે. આ એક દુર્લભ પ્રકારનું કેન્સર હતું, ડોકટરોએ ઘણી વાર આ કેન્સરને કાઢવાના પ્રયાસો કાર્ય પરંતુ તે વારંવાર લીવરમાં ફેલાઈ જતું હતું,  વર્ષ 2011માં સીઈઓના પદ છોડ્યા બાદ થોડા જ મહિનામાં 5 ઓક્ટોમ્બરના રોજ તેમનું નિધન થયું હતું.

Image Source

એરેથા ફ્રેન્કલીન:
પ્રખ્યાત ગાયિકા અને એકત્ર એરેથા ફ્રેન્કલિનનું મૃત્યુ પણ આજ ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યુમરના કારણે થયું હતું, તે પણ ઘણા વર્ષોથી આ બીમારીથી પીડાઈ રહી હતી, 26 ઓગસ્ટ 2018માં તેનું નિધન થયું હતું.

Image Source

જ્હોન હર્ટ:
હેરી પોટર, એલિયન અને ધ એલીફન્ટ જેવી ખ્યાતનામ ફિલ્મોમાં મુખ્ય અભિનય કરનાર જોન હર્ટનું મૃત્યુ પણ જાન્યુઆરી 2017માં પૈંક્રિયાટિક કેન્સરથી થયું હતું, તેમને 2015માં આ બીમારી લાગુ પડી હતી.

Image Source

એલેન રિકમેન:
પ્રખ્યાત બ્રિટેશ અભિનેતા એલેન રિકમેન પણ આજ કેન્સરની બીમારીના કારણે મૃત્યુ પામ્યા હતા. તેમને હેરી પોટર ફિલ્મમાં સેવરએસ સ્નેપ નામથી ઓળખવામાં આવતા હતા.

Image Source

સૈલી રાઈડ:
અમેરિકાની પહેલી એસ્ટ્રોનોટ સૈલી રાઈડ પણ 23 જુલાઈ 2012ના રોજ 61 વર્ષની ઉંમરે ન્યૂરોએડોક્રાઇન ટ્યુમરના કારણે થવા વાળા પૈંક્રિયાટિક કેન્સરના કારણે મૃત્યુ પામી હતી. તે 1983માં અંતરિક્ષમાં જવા વબળી પહેલી અંતરિક્ષ મહિલા યાત્રી હતી.

Image Source

પૈટ્રીક સ્વાઇઝ:
હોલીવુડના પ્રખ્યાત અભિનેતા પૈટ્રીક સ્વાઇજ વિસ મહિના સુધી આ બીમારીથી પીડાતા રહ્યા અને વર્ષ 2009માં 57 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું.

Image Source

જોઆન ફ્રોફર્ડ:
હોલીવુડની પ્રખ્યાત અને ઓસ્કાર એવોર્ડ વિજેતા અભિનેત્રી જોઆન ક્રોફર્ડનું 1977માં હૃદયરોગના કારણે મૃત્યુ થયું હતું, પરંતુ તે પણ આજ કેન્સરથી પીડાઈ રહી હતી, તેને પોતાના 50 વર્ષના કેરિયરમા 80થી પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.

Author: GujjuRocks Team