ભારતમાં દરેક રોજ લાખો લોકો ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. મુસાફરી માટે રેલ વિભાગ લગભગ 13000 ટ્રેનોનું સંચાલન કરે છે. સ્લીપર અને જનરલ ડબ્બામાં મુસાફરી કરનારા યાત્રીઓની સંખ્યા વધારે હોય છે. આ કોચમાં એક બાબત સામાન્ય હોય છે અને તે છે દરવાજા પાસેની બારી(વિન્ડો).

દરવાજા પાસેની આ બારીમાં ઘણા સળિયા લાગેલા હોય છે, જ્યારે અન્ય બારીઓમાં ખુબ ઓછા સળિયા લાગેલા હોય છે અને સળિયા વચ્ચેની જગ્યા પણ ખુબ વધારે હોય છે. તમને પણ કદાચ ટ્રેનમાં મુસાફરી કરવાના સમયે આ બાબત ધ્યાનમાં આવી હશે અને સવાલ પણ થયો હશે કે આખરે આવું તે શા માટે?

આ બાબત પાછળ એક મજબૂત લોજીક છુપાયેલું છે. દરવાજા પાસેની બારીમાં વધારે સળિયા લગાવવાનું કારણ એ છે કે ચોરી-લૂંટ જેવી ઘટનાઓને રોકી શકાય.

આ બારીઓ દરવાજાની પાસે હોય છે, તો ચાલતી ટ્રેનથી ચોર મોટાભાગે તેમાં હાથ નાખીને યાત્રીઓનો સામાન ચોરી કરી લે છે. આ બારી સુધી દરવાજાના પગથિયાંથી પણ પહોંચી શકાય છે. જ્યાંથી ચોર સરળતાથી યાત્રીઓનો સામાન ચોરી કરી શકે છે. રાતના સમયે જ્યારે યાત્રીઓ ઊંઘી રહ્યા હોય છે, ત્યારે કોઈપણ ચોર બારી દ્વારા તેઓનો સમાન ઉઠાવી શકે છે.

આવી ઘટનાઓથી બચવા માટે આ બારીઓમાં વધારે સળિયા લગાવવામાં આવે છે. હવે તો દરવાજાની બારીઓમાં પણ વધારે સળિયા લગાવવામાં આવી રહ્યા છે જેથી રાતે ગાડી રોકાવાના દરમિયાન ચોર બારીમાંથી હાથ નાખીને દરવાજો ખોલી ન શકે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.