ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી ઇરફાન પઠાણના ઘરે એક નાનું મહેમાન આવ્યું છે. ઈરફાનની પત્ની સફા બેગે એક સુંદર દીકરાને જન્મ આપ્યો છે. ઇરફાને મંગળવારે ટ્વીટ કરીને એક તસવીર સાથે આ વાતની જાણકારી આપી. ઇરફાન અને સફા બીજીવાર માતા-પિતા બન્યા છે.
ઇરફાને ટ્વીટર ઉપર પોતાની તસવીર શેર કરતા બાળકના નામનો પણ ખુલાસો કર્યો હતો, તેને કહ્યું હતું કે મા અને દીકરો બંને સ્વસ્થ છે. ઇરફાને બાળકની પહેલી તસવીર શેર કરતા ટ્વીટ કર્યું હતું કે, “સફા અને હું દીકરા સુલેમાનનું સ્વાગત કરીએ છીએ. બાળક અને માતા બંને સ્વસ્થ છે. આશીર્વાદ !”
View this post on Instagram
ઇરફાન અને સફાના મોટા દીકરાનું નામ ઇમરાન ખાન પઠાણ છે. જેનો જન્મ 20 ડિસેમ્બર 2016ના રોજ થયો હતો. ઈરફાન મોટાભાગે ઇમરાનની તસવીરો ચાહકો સાથે શેર કરતો રહે છે. ઇરફાન અને સફાના લગ્ન 4 ફેબ્રુઆરી 2016ના રોજ થયા હતા. ઇરફાન અને સફા વચ્ચે ઉંમરનું 10 વર્ષનું અંતર છે. સફા ઈરફાન કર્ટસ 10 વર્ષ નાની છે.