કેટલા ક્રૂર બની ગયા છે લોકો, છોકરીએ લગ્ન માટે ના પાડી તો માથાભારે આશિકે બગીચામાં જ યુવતીના માથામાં રોડ મારીને ઉતારી દીધી મોતને ઘાટ

દિલ્હીમાં છોકરીની લોખંડનો રોડ મારીને કરવામાં આવી હત્યા, આરોપી લગ્નની ના પાડવાથી હતો નારાજ, બગીચામાં વાત કરવા બોલાવી હતી

Delhi Student Murder : ગુજરાત સમેત દેશભરમાં હત્યાના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લોકોની અંગત અદાવતમાં હત્યા કરી દેવામાં આવતી હોય છે તો ઘણા લોકોની પારિવારિક ઝઘડામાં હત્યા કરી દેવામાં આવતી હોય છે, આ ઉપરાંત ઘણા લોકોની પ્રેમ પ્રકરણમાં પણ હત્યા કરી દેવાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે, ત્યારે હાલ વધુ એક મામલો ચર્ચામાં આવ્યો છે. જ્યાં એક યુવકે એક યુવતિને બગીચામાં મળવા માટે બોલાવી અને લગ્નનો પ્રસ્તાવ મુક્યો, પરંતુ યુવતીએ ના પાડતા જ યુવકે તેની હત્યા કરી નાખી.

દિલ્હીની છે આ ઘટના :

આ રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે રાજધાની દિલ્હીમાંથી. જ્યાં શુક્રવારે ધોળા દિવસે એક યુવતીની હત્યા કરવામાં આવી હતી. હત્યારો બીજો કોઈ નહીં પણ તેનો પિતરાઈ ભાઈ હતો. ઈરફાન નામના આ યુવકે તેની પિતરાઈ બહેન નરગીસને લોખંડના સળિયા વડે મારી નાખી. માલવિયા નગર વિસ્તારની આ ઘટના છે. આ મામલામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસની પૂછપરછમાં હવે ઘણા મહત્વના ખુલાસા પણ થયા છે. હત્યારાએ જણાવ્યું કે તે ત્રણ દિવસથી નરગીસની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યો હતો.

પિતરાઈ બહેન સાથે નક્કી થયા હતા લગ્ન :

ઈરફાન અને નરગીસના લગ્ન નક્કી હતા. પરંતુ બાદમાં નરગીસના પરિવારે લગ્ન માટે ના પાડી દીધી હતી. કારણ કે તે ઈરફાનની નોકરીથી નાખુશ હતો. તે ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. આવી સ્થિતિમાં ઈરફાન શુક્રવારે માલવિયા નગર પહોંચ્યો હતો. નરગીસ અહીં કોચિંગ માટે આવતી હતી. ઈરફાન નરગીસની દિનચર્યા વિશે બધું જ જાણતો હતો. તે નરગીસને એક પાર્કમાં લઈ ગયો અને ત્યાં સળિયા વડે માર મારીને તેની હત્યા કરી નાખી. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તેણે ત્રણ દિવસ પહેલા હત્યાની યોજના બનાવી હતી. એટલે કે તેણે નરગીસને વાત કરવાના બહાને પાર્કમાં લઈ જઈને મારી નાખી.

પાર્કમાં મળવા માટે બોલવી યુવતીને :

મળતી માહિતી મુજબ, નરગીસ અને ઈરફાન પાર્કમાં બેંચ પર બેસીને વાત કરી રહ્યા હતા. હત્યારાએ યુવતીને લગ્ન વિશે પૂછ્યું. જ્યારે યુવતીએ ના પાડી તો તે ગુસ્સામાં આવી ગયો. આ પછી તેણે બેગમાંથી લોખંડનો સળિયો કાઢ્યો અને સળિયા વડે નરગીસના માથા પર મારવાનું શરૂ કર્યું. જ્યાં સુધી તે જમીન પર ન પડી અને શાંત ન થઈ ત્યાં સુધી તે તેને મારતો રહ્યો. એટલે કે ઈરફાને પહેલાથી જ પોતાની બેગમાં સળિયો છુપાવી રાખ્યો હતો. તે પોતાની સાથે રોડ લઈને આવ્યો હતો.

પહેલાથી જ કર્યો હતો હત્યાનો પ્લાન :

પોલીસે જણાવ્યું કે નરગીસ સાથે લગ્ન ન થવાના કારણે ઈરફાન ડિપ્રેશનમાં હતો. આ સાથે ઈરફાનના નાના ભાઈના લગ્ન પણ નક્કી થયા હતા.  તે ખૂબ ગુસ્સે હતો કારણ કે તેની કાકીના પરિવારના સભ્યો તેની નોકરીથી નાખુશ હતા. મળતી માહિતી મુજબ, નરગીસ 25 વર્ષની હતી અને તે એક કોલેજમાં અભ્યાસ કરતી હતી. આરોપી પોલીસ કસ્ટડીમાં છે. કેસની તપાસ ચાલી રહી છે. પોલીસ આરોપીની કડક પૂછપરછ કરી રહી છે.

Niraj Patel