મનોરંજન

જયારે ઈરફાન ખાનને જોઈને ગળે લાગી ગઈ હતી દીપિકા, વાયરલ થઇ રહ્યો છે જૂનો વિડીયો

બોલિવૂડમાં જાદુઈ એક્ટર ગણાતા એવા ઈરફાન ખાને તેના કેરિયેરની શરૂઆત થિયેટરથી કરી હતી. તે જેટલા સારા એક્ટર મોટા પડદા પર હતા એટલો જ શાનદાર અભિનય તેના થિયેટરના દિવસોમાં કરતા હતા.છેલ્લા ઘણા સમય કેન્સર સામે ઝઝૂમ્યા બાદ બોલીવુડના દિગ્ગ્જ એક્ટર ઈરફાન ખાને આ દુનિયાને અલવિદા કહી દીધું હતી. ઈરફાન ખાને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ઈરફાન ખાનનું નિધન થતા તેના પ્રસંશકોમાં શોક છવાઈ ગયો છે.

બૉલીવુડના જાણીતા એક્ટર ઈરફાન ખાનનું 29 એપ્રિલનાં રોજ નિધન થયું હતું. તેના નિધન ખબર પડતા જ તેના ફેન્સથી લઈને સેલેબ્સ સુધીના બધા લોકો હેરાન થઇ ગયા હતા. તેના નિધન થતા જ તે સોશિયલ મીડિયાપર તેનાથી જોડાયે પોસ્ટ જોઈને લાગી રહ્યું હતું કે, ઇમરાનના જવાથી તે લોકોમાં દુઃખ છવાઈ ગયું હતું. હાલમાં જ ઈરફાન ખાનનો એક જૂનો વિડીયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

જેમાં ઇમરાન ખાન દીપિકા પાદુકોણ સાથે ગળે મળતા નજરે ચડે છે. આ વિડીયોમાં દીપિકા પાદુકોણ પ્રેસ વાર્તા કરી રહી હોય છે ત્યારે તેના નજરે ઈરફાન ખાન પર પડતા તે પ્રેસ વાર્તા છોડીને ઈરફાન ખાન પાસે જઈને ગળે લગાવતી નજરે ચડે છે. આ દરમિયાન દીપિકા તેને અમેજીંગ માણસ અને તેના પસંદગીનો વ્યક્તિ બતાવે છે. દીપિકા અને ઈરફાન ખાનના ફેન્સને પણ બહુજ પસંદ આવે છે.

 

View this post on Instagram

 

Those special moments ❤ #irrfankhan with #deepikapadukone 🎼 @hrithikroshan . . . #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

જણાવી દઈએ કે, વર્ષ 2015માં થયેલી સુજીત સરકારની ફિલ્મ પીકુમાં દીપિકા પાદુકોણ ને ઈરફાન ખાનની જોડી નજરે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Irrfan (@irrfan) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.