ફિલ્મસેટ પર કોઈ પણ કિરદારને રીતસર પોતાની જાતમાં ઉતારી દેનાર અભિનેતા ઇરફાન ખાનનું નિધન ફિલ્મરસિકો માટે ઘેરા શોકના સમાચાર છે. ૫૪ વર્ષની વયે તેમણે મુંબઈની હોસ્પિટલમાં દેહ છોડ્યો. ઇરફાન ખાનને લોકો ઓળખે છે તેમની કાબેલ એક્ટિંગને લીધે.
View this post on Instagram
દર્શકોનું માનવું છે કે પાત્ર ગમે તેવું અટપટું ભલે હોય, ઇરફાન ભજવે એટલે સોંસરવો નીકળી જાય! એને એક્ટિંગથી મતલબ હતો. ઉત્તમમાં ઉત્તમ કામ કઈ રીતના આપી શકાય એનાથી નિસ્બત હતી. માટે જ લોકો એની ફિલ્મોને, એના ડાયલોગ્સને ક્યારેય નહીં ભૂલી શકે. અહીઁ ઇરફાને વિવિધ ફિલ્મોમાં બોલેલા ધારદાર ડાયલોગ જોઈશું, જેના પ્રશંસકોની સંખ્યા આજે લાખોમાં છે.
View this post on Instagram
● “ગલતિયાં ભી રિશ્તો કી તરહ હોતી હૈ, કરની નહી પડતી, હો જાતી હૈ!” (ડી-ડે)
● “શરાફત કી દુનિયા કા કિસ્સા હી ખતમ; અબ જૈસી દુનિયા, વૈસે હમ!” (જજ્બા)
● “આદમી જીતના બડા હોતા હૈ, ઉસકે છૂપને કી જગહ ઉતની હી કમ હોતી હૈ!” (કસૂર)
● “બડે શહેરો કી હવા ઔર છોટે શહેરો કા પાની બડા ખતરનાક હોતા હૈ!” (ધ કિલર)
● “શેતાન કી સબસે બડી ચાલ યે હૈ કી વો સામને નહી આતા!” (ચોકલેટ)
● “આપ જિસ્મ હૈ તો મેં રુહ, આપ ફાની મેં લફાની!” (હૈદર)
● “ઔર જાન સે માર દેના બેટા, હમ રહ ગયે ના, મારને મેં દેર નહી લગાયેંગે, ભગવાન કસમ!” (હાસિલ)
● “તુમ મેરી દુનિયા છિનોગે, મૈં તુમ્હારી દુનિયા મેં ઘૂસ જાઉંગા!” (મદારી)
● “એક ફ્રાંસ બંદા, જર્મન બંદા સ્પીક રોન્ગ ઇંગ્લિશ, વી નો પ્રોબ્લમ! એક ઇન્ડીયન બંદા સે રોન્ગ ઇંગ્લીશ, બંદા હી ખરાબ હો જાતા હૈ જી!” (હિન્દી મીડિયમ)
● “ટોટલ તીન બાર ઇશ્ક કીયા, ઔર તીનો બાર ઐસા ઇશ્ક, મતલબ જાનલેવા ઇશ્ક, મતલબ ઘનઘોર હદપાર!” (કરીબ કરીબ સિંગલ)
View this post on Instagram
સારું લાગ્યું હોય તો શેર કરજો, ધન્યવાદ.
ઈશ્વર આ શાનદાર અભિનેતાના આત્માને ચિરશાંતિ અર્પે એ પ્રાર્થના!
|| ૐ શાંતિ ૐ ||