મનોરંજન

ઇરફાન ખાન બોલ્યા, બે દિવસ પહેલા ખરીદેલી બકરીની કુર્બાની આપવી ખોટું છે- જાણો સમગ્ર મામલો

દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાન દુનિયાને અલવિદા કહીગયા છે. પરંતુ તેમના વિચારો આજે પણ જીવંત છે. અભિનેતા ઇરફાન પોતાની ફિલ્મ મદારીના પ્રમોશન માટે જયપુર ગયા હતા. તેમણે કુર્બાનીનો સાચો અર્થ સમજાવ્યો હતો. ઇરફાને ઇદ-ઉલ-જુહા પર આપવામાં આવતી જાનવરોની કુર્બાની પર કહ્યું હતું કે, બજારમાંથી બકરો લાઇને તેને કાપવો તે કુર્બાની નથી. કુર્બાનીનો અર્થ જે વસ્તુ સાથે વધુ પ્રેમ હોય તેને કુર્બાન કરવાનું હોય છે.

ઇરફાને કહ્યું કે,`કુર્બાનીનો સાચો અર્થ પોતાની નજીકની વસ્તુ, જે તમારી સાથે જોડાયેલી છે, જેને તમે પસંદ કરો છે તેને કુર્બાન કરનાનું નામ છે. ઇદના બે દિવસ પહેલા બકરા ખરીદીને તેની કુર્બાની આપવી ખોટું છે.

જ્યારે તમને તે બકરા સાથે કોઇ લેવા-દેવા જ નથી, તો કુર્બાની કેવી રીતે થઇ કહેવાય? આનાથી કોઇ દુઆ કબુલ થાય? દરેક માણસે પોતાના હૃદયને પુછવું જોઇએ કે, કોઇ બીજાનો જીવ લેવાથી તમને પુણ્ય કેવી રીતે મળે? ભારતમાં દરેક તહેવારને લોકો સર્કસ બનાવી દીધું છે.’

વધુમાં વાત કરતાં ઇરફાને કહ્યું કે,`હું ખૂશનસીબ છું જે એવા દેશમા રહું છું કે જ્યાં દરેક ધર્મનું સન્માન કરવામાં આવે છે. પરંતુ જરુરી છે કે આપણા દરેક તહેવાર ફરી આપણને સમજાવા જોઇએ, ખાસ કરીને તેનું મહત્વ કે શા માટે તે તહેવાર બનાવવામાં આવ્યાં છે.’

મુસ્લિમ ધર્મગુરુ બોલ્યા- જ્ઞાની ન બનો ઇમરાન
મુસ્સ્લિમ ધર્મગુરુ કલામ રજા નૂરીએ અભિનેતા ઇરફાન ખાને કરેલી કુર્બાની વિશેની વાતની આલોચના કરતા કહ્યું હતું કે,`બની શકે છે આ નિવેદન ઇરફાને કોઇ ભ્રમ ફેલાવા માટે કર્યું હશે અથવા તે પોતાને જ્ઞાની સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હશે. તે ખોટું છે. કોઇપણ ધર્મ વિશે બોલતા પહેલા તેના વિશે સંપૂર્ણ જાણકારી હોવી ખુબ જ જરુરી છે.’

રજા નૂરીની સાથે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સદસ્ય જફરયાબ ગિલાબીએ પણ ઇરફાનના આ નિવેદનની નિંદા કરી હતી. તેણે કહ્યું કે,`ઇરફાન ધર્મગુરુ નથી, મુસ્લિમ સમાજને તેમની સલાહની જરુર નથી.’ ગુલાબી ઉપરાંત જમાત-ઉલેમા-એ-હિંદના સેક્રેટરી મૌલાના ખત્રીએ કહ્યું કે,`ઇરફાનને પોતાના એક્ટિંગ કરિયર પર ધ્યાન આપવું જોઇએ. તેણે આ પ્રકારના નિવેદન ન આપવા જોઇએ.’

સલમાન ખાન દ્વારા રેપ્ડ વુમન પર આપવામાં આવેલા નિવેદન પર ઇરફાને કહ્યું કે,’અભિનેતા પણ માણસ છે. તે કોઇ મહાન આત્મા નથી. તેમણે જીભ પણ લપસી શકે છે.’ તે સાથે સેંસર બોર્ડ પર ઇરફાને નિયમોમાં હવે બદલાવ હોવાનું કહ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.