ખબર

ગરમીની રાજાઓમાં ફરો દાર્જિલિંગ, ગેંગટોક અને કાલિમ્પોન્ગ.. IRCTC આપી રહ્યું છે જોરદાર ઓફર

જો તમે આ વેકેશનમાં હજુ સુધી જો કશે પણ ફરવા નથી ગયા તો આ ખાસ ઓફર તમારા માટે છે. વેકેશન ખુલે એ પહેલા જ આ જગ્યાઓએ ફરી આવો અને આ વેકેશનને યાદગાર બનાવો. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) 6 દિવસ અને 5 રાત માટે કાલિમ્પોન્ગ, ગંગટોક અને દાર્જિલિંગનું પેકેજ ટૂર આપી રહયા છે.

Image Source

IRCTCની ટુરિઝમની અધિકૃત વેબસાઈટ પર જણાવ્યા પ્રમાણે આ ટૂર જયપુરથી શરુ થશે અને પ્રવાસીઓને IndiGo એરલાઈન્સની ફલાઇટમાં ઈકોનોમી કલાસમાં સફર કરાવવામાં આવશે. આ ટૂર 14 જૂન 2019ના રોજ શરુ થશે અને બે જણા માટે આ પેકેજની કિંમત 39,610 રૂપિયા રહેશે.

6 દિવસ અને 5 રાત માટે કાલિમ્પોન્ગ, ગંગટોક અને દાર્જિલિંગનું પેકેજ ટૂરમાં ફ્લાઈટથી મુસાફરી અને બ્રેકફાસ્ટ અને ડિનર બંને સામેલ છે. આ યાત્રાના પહેલા દિવસે જયપુરથી ફલાઇટ દ્વારા બાગડોગરા એરપોર્ટ લઇ જવામાં આવશે અને ત્યાંથી 85 કિલોમીટર દૂર આશરે 3 કલાકનો રસ્તો કાપીને કાલિમ્પોન્ગ લઇ જવામાં આવશે જ્યા હોટલમાં ડિનર અને રાત્રિ રોકાણ કરવામાં આવશે.

Image Source

બીજા દિવસે કાલિમ્પોન્ગ ફરીને બપોર પછી ગંગટોક લઇ જવામાં આવશે અહીં હોટલમાં ચેક ઈન કરીને ત્યાં લોકલ વિસ્તારમાં ફેરવવામાં આવશે અને હોટલ પર ડિનર અને રાત્રિ રોકાણ કરવામાં આવશે. ત્રીજા દિવસે સવારે બ્રેકફાસ્ટ કરીને સોમગો લેક અને ગંગટોકથી 52 કિલોમીટર દૂર આવેલા બાબા હરભજન મેમોરિયલની મુલાકાતે લઇ જવામાં આવશે. આ પછી ગંગટોકમાં જ હોટલમાં રાત્રિ રોકાણ અને ડિનર થશે.

Image Source

ચોથા દિવસે ગંગટોકમાં સાઇટસીઇંગ કરીને ત્યાંથી દાર્જિલિંગ માટે રવાના કરવામાં આવશે. દાર્જિલિંગ પહોંચીને અહીંની હોટલમાં રાત્રિ રોકાણ અને ડિનર કરવામાં આવશે અને બીજા દિવસે ત્યાંની આસપાસના જોવા લાયક સ્થળોની મુલાકાત લઇ જવામાં આવશે. પછી દાર્જીલિંગની જ હોટલમાં રાત્રિ રોકાણ કરીને બીજા દિવસે બાગડોગરા એરપોર્ટ લઇ જવામાં આવશે. જ્યાથી ફલાઈટના સમય પ્રમાણે ફલાઇટ દ્વારા જયપુર પરત લાવવામાં આવશે.

Image Source

IRCTCની ટુરિઝમની અધિકૃત વેબસાઈટ પ્રમાણે આ પેકેજ ટૂરના ભાવ યાત્રીની ઓક્યુપન્સિ પ્રમાણે જુદા-જુદા છે. જેમાં ડબલ ઓક્યુપન્સિ માટે 39,610 રૂપિયા, ટ્રિપલ ઓક્યુપન્સિ માટે 38,065 રૂપિયા અને બાળક સાથે બેડ માટે 34,975 રૂપિયા, બાળક સાથે પણ બાળક માટે એક્સ્ટ્રા બેડ વિના 31,885 રૂપિયા અને 2-4 વર્ષના નાના બાળકો માટે 19,460 રૂપિયા આપવાના રહેશે.

Image Source

વધુ વિગતો માટે વિઝીટ કરો: https://www.irctctourism.com/pacakage_description?packageCode=NJA02

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks