જ્ઞાન-જાણવા જેવું પ્રવાસ

IRCTC માત્ર 16000 રૂપિયામાં કરાવશે 14 ધાર્મિક સ્થળોની યાત્રા, જાણો આખું પેકેજ

ગયા વર્ષે ભારતીય રેલવેએ રામ તીર્થોની યાત્રા કરાવવા માટે રામાયણ એક્સપ્રેસ ચલાવવામાં આવી હતી ત્યારે આ વર્ષે ફરીથી IRCTC એક નવું પેકેજ લઈને આવી છે, જે રામભક્તો માટે ખુશીના સમાચાર છે. IRCTC રામાયણ પેકેજ લઈને આવ્યું છે જે તીર્થયાત્રીઓને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યું છે.

Image Source

આ ભારત દર્શન ટ્રેન રામ તીર્થોના દર્શન કરાવશે, જે યાત્રીઓ માટે ખૂબ જ સુવિધાજનક અને સસ્તું હશે. ટ્રેનનું ભાડું યાત્રીઓના ખિસ્સા પર વધુ ભાર ન પડે એ રીતે વસુલવામાં આવશે. આ ટ્રેન દેશના તમામ જોવા લાયક સ્થળોને આવરી લેશે. IRCTC આ ટ્રેન દ્વારા તીર્થયાત્રીઓને રામાયણ દર્શન યાત્રા કરવાની તક આપી રહી છે. જે અંતર્ગત દેશના તમામ ભાગોના તીર્થયાત્રીઓ સસ્તા ભાવોમાં પ્રસિદ્ધ તીર્થસ્થાનોની યાત્રા કરી શકશે.

Image Source

IRCTCનું રામાયણ પેકેજ 14 દિવસ અને 13 રાતનું હશે જેની કિંમત એક યાત્રી માટે માત્ર 15,990 રૂપિયા હશે. આ પેકેજમાં યાત્રીઓની સ્લીપર કોચની મુસાફરી, હોટલમાં રોકાવાની વ્યવસ્થા, ત્રણ ટાઈમનું ખાવાનું બધું જ સામેલ હશે. પરંતુ કોઈ પણ પર્યટન સ્થળ પર લગતી ફી મુસાફરે જાતે જ આપવી પડશે.

Image Source

આ પેકેજમાં શ્રીરામનું જન્મસ્થળ અયોધ્યાથી લઈને સીતાનું જન્મસ્થળ જનકપુર, નેપાળ સુધીની જગ્યાઓની યાત્રા કરાવવામાં આવશે. જેમાં હમ્પી, નાસિક, ચિત્રકૂટ ધામ, વારાણસી, બક્સર, રઘુનાથપુરસ, સીતામઢી, જનકપુરી (નેપાળ), અયોધ્યા, નંદીગ્રામ, અલાહાબાદ અને શૃંગવેરપૂર જેવા તીર્થસ્થાનો સામેલ હશે.

Image Source

આ યાત્રા 5 માર્ચ 2020ના રોજ શરુ થશે અને 18 માર્ચ 2020ના રોજ ખતમ થશે. આ ટ્રેન 5 માર્ચે મદુરાઈથી નીકળીને 18 માર્ચે તમામ બોર્ડિંગ સ્ટેશનો પર યાત્રીઓને ઉતારીને પછી મદુરાઈ પહોંચશે. આ પેકેજનો લાભ લેવા માટે યાત્રી રેલવેની ઓફિશિયલ વેબસાઈટ IRCTC થી ઓનલાઇન બુકિંગ કરાવી શકે છે.

Image Source

નોંધનીય છે કે 2018માં રામાયણ એક્સપ્રેસ ચલાવી હતી, જે ઈન્દોરથી અયોધ્યા, નંદીગ્રામ, અલાહાબાદ, ચિત્રકૂટ, હમ્પી, રામેશ્વરમ, મદુરાઈ થઈને ચાલી હતી, જે 14 રાત અને 15 દિવસ માટેનું પેકેજ હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.