જાણવા જેવું પ્રવાસ

ફક્ત 15 હજારમાં 9 જ્યોર્તિલિંગના દર્શનનો લહાવો,12 રાત અને 13 દિવસનું મહાશિવરાત્રી નવ જ્યોર્તિલિંગ પેકેજ- ક્લિક કરીને જાણો વધુ માહિતી

ભગવાન શિવનો સૌથી મોટો ઉત્સવ એટલે કે મહાશિવરાત્રી. આ વર્ષે 21 ફેબ્રુઆરી શુક્રવારના રોજ મહાશિવરાત્રી આવે છે. ભાવિભક્તોને શિવજીના દર્શન કરવા હોય અને બજેટ ઓછું હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી.

દેશભરમાં આવેલા મહાદેવના 9 જ્યોતિર્લિંગોની મુલાકાત લેવાની તમારી ઇચ્છા છે, તો તમારે બજેટની ચિંતા કરવાની જરૂર નથી. IRCTC તમારા માટે ઓછા ખર્ચે શ્રેષ્ઠ ટૂર પેકેજ લાવ્યું છે.

12 રાત અને 13 દિવસના આ પેકેજને મહાશિવરાત્રી નવ જ્યોતિર્લિંગ યાત્રા નામ આપવામાં આવ્યું છે, જે 19 ફેબ્રુઆરીએ તમિળનાડુના તિરુનેલવેલીથી શરૂ થશે.

રહેવાનું, ખાવા-પીવાનો પેકેજમાં સમાવેશ આ ટૂર પેકેજમાં, IRCTC તમને ભારત દર્શન સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન દ્વારા યાત્રા કરશે. જેમાં ટ્રેન દ્વારા મુસાફરી, ધર્મશાળામાં રોકાવું, સવારની ચા-કોફી, નાસ્તો, ડે લંચ, ડિનર અને 1 લિટર પાણીની બોટલનો સમાવેશ કરવામાં આવ્યો છે. (પાણીની બોટલ રોજ મળશે)

ભગવાન શિવના આ 9 જ્યોતિર્લિંગોની મુલાકાત યાત્રા સ્થળોની વાત કરીએ તો, આ ટૂર પેકેજમાં ભગવાન શિવના 9 જ્યોતિર્લિંગો મધ્યપ્રદેશ સ્થિત ઓમકારેશ્વર, ઉજ્જૈનમાં મહાકલેશ્વર, ગુજરાતમાં સોમનાથ, મહારાષ્ટ્રના ત્રિંબકેશ્વર, ભીમાશંકર, ગૃષ્ણેશ્વર, અંધ નાગનાથ, પરલી વૈજનાથ અને તેલંગાણા સહિત મલ્લિકાર્જુન સ્વામીનું મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટૂર પેકેજની કિંમતની વાત કરીએ તો વ્યક્તિ દીઠ 15 હજાર 320 રૂપિયા છે.આમાં મુસાફરી, ખાવા, પીવા, 12 રાત અને 13 દિવસ સુધી ટ્રેનના સ્લીપર ક્લાસમાં રોકાણનો સમાવેશ થાય છે.

નોધઃ વધુ માહિતી IRCTC ની ઓફિસયલ વેબસાઇટ પરથી મેળવી શકો છો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.