વેકેશન સિઝનમાં જો તમે ક્યાંક ફરવાનો પ્લાન બનાવ્યો હોય અને તમારી પાસે કન્ફર્મ ટિકિટ નથી તો તમે ચાલતી ટ્રેનમાં પણ સીટ બુક કરાવી શકો છો. ભારતીય રેલવેએ રિઝર્વેશન ચાર્ટ ઓનલાઈન રજૂ કરી દીધો છે.
આ સુવિધા દ્વારા તમે ટ્રેનમાં ચાર્ટ બન્યા બાદ કોઈ સીટ ખાલી છે કે નહીં તેની જાણકારી મેળવી શકો છો. આ સુવિધાનો લાભ ઉઠાવીને તમે તમે કરન્ટ બુકિંગમાં ટ્રેનમાં બેસીને પણ ઓનલાઈન સીટ બુક કરાવી શકો છો.

ગત વર્ષે IRCTC (‘ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન’)એ પોતાની વેબસાઈટ પર નવો ઓપ્શન ‘CHARTS/VACANCY’ રજૂ કર્યો હતો. ટ્રેન શરૂ થવાના ચાર કલાક પહેલાં જ્યારે પહેલો ચાર્ટ તૈયાર થઈ જાય છે અને ત્યારબાદ જો કોઈ મુસાફર પોતાની ટિકિટ કેન્સલ કરાવતા તો અત્યાર સુધી એવી કોઈ વ્યવસ્થા નહોતી કે લોકોને વેબસાઇટ પર તેના વિશે માહિતી મળી શકે, પરંતુ નવા ઓપ્શનમાં આ સુવિધા છે.

રેલવેએ ફિલ્ટરની પણ વ્યવસ્થા કરી છે. જેનાથી એ જાણકારી મેળવી શકાશે કે કઈ કઈ સીટો ખાલી રહેશે. ટિકિટ બુક કરવા માટે સૌથી પહેલાં IRCTCની વેબસાઈટ https://www.irctc.co.in/nget/train-search પર જવું. સ્ક્રીન પર તમને ‘Book Your Ticket’નો ઓપ્શન દેખાશે.
આ ઓપ્શન પર નીચે જમણી બાજુએ ‘CHARTS/VACANCY’ના ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ ‘JOURNEY DETAILS’માં તમને ટ્રેન નંબર અથવા નામ અને બોર્ડિંગ સ્ટેશન દાખલ કરવું પડશે ‘GET TRAIN CHART’ પર ક્લિક કરવાનું રહેશે.

ઉપરાંત તમારે કયા ક્લાસની એટલે કે ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી અથવા સ્લીપર ક્લાસમાં ખાલી સીટ વિશે જાણકારી મેળવવા માગો છો? તે પસંદ કરવાનું રહશે. ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમે અલગ અલગ કોચમાં ખાલી સીટોની જાણકારી મળશે. અહીંથી તમે બુકિંગનો ઓપ્શન પણ મળશે અને તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ ખાલી સીટ બુક કરાવી શકો છો. સીટ બુક કરાવી શકો છો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.