બોલીવુડના સ્ટાર કિડ્સ કોઈને કોઈ બાબતે ચર્ચામાં રહે છે. આજકાલ આમીરખાનની પુત્રી ઇરા ખાન તેના બોય ફ્રેન્ડ મિશાલ કૃપલાની સાથે રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. ત્યારે ઇરા અને મિશાલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં બહુજ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બન્ને સાથે ડાન્સ કરતા નજરે આવે છે.
ઇરા હાલ તેના બોયફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. બન્ને તેના દોસ્તો સાથે છે અને આ કપલ બાહોમાં બાહો રાખીને ડાન્સ કરી રહ્યું છે. આ દરમિયાન ઇરા બહુજ ખુશ નજરે આવી રહી છે. કેમેરાની સામે જોઈને ઇરા છેલ્લે મિશાલને ગળે લગાવી દે છે. ઇરાએ આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
થોડા દિવસ પહેલા ઇરાને ફેન્સે સવાલ પૂછ્યો હતો. શું તે રિલેશનશિપમાં છે ? ત્યારે ઇરાએ તેની અને મિશાલની રિલેશનશિપ કન્ફોર્મ કરી હતી. મિશાલે તે સમયે એક ફોટો શેર કરી હતી. અને આ ફોટોમાં ઇરાએ મિશાલને ટેગ પણ કર્યું હતું.આ પહેલા પણ બન્ને ઘણી જગ્યા પર સ્પોટ થયા હતા.
જણાવી દઈએ કે ઇરા મિશાલ સાથે ફોટો શેર કરતી રહે છે. તેની પહેલા ઇરાએ વેલેંટાઈન ડે પર મિશાલ સાથે એક વિડીયો શેર કર્યો હતો. જેમાં મિશાલ પિયાનો વગાડતો નજરે ચડે છે.
મિશાલ ન્યુયોર્ક બેઝડ મ્યુઝિક કમ્પોઝર, પ્રોડ્યુસર અને આર્ટિસ્ટ છે. આ પહેલા પણ ઇરાએ મિશાલ સાથે ઘણા વિડીયો અને ફોટો શેર કર્યા છે.
22 વર્ષીય ઇરા હજુ ભણે છે. ઇરા આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તની નાની પુત્રી છે. ઇરા જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. આ બાબતે આમીરખાને જણાવ્યું હતું કે, તેને ફિલ્મ મેકિંગમાં રસ છે. ઇરા ઘણી વાર તેના પિતા આમિર ખાન સાથે પણ સમય વિતાવતી નજરે ચડે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks