આમિર ખાનની દીકરીએ છત્તુ કર્યુ ભોપાળુ, શેર કરેલી તસવીરમાં દેખાઇ ગઇ એવી વસ્તુ કે યુઝર્સે તો લગાવી દીધી ક્લાસ

આમિર ખાનની લાડલી ઝડપાઇ ગઈ? PHOTOS માં એવું દેખાયું કે લોકોએ ગંદી રીતે ટ્રોલ કરી નાખી- જુઓ

સ્ટાર કિડ્સ અવાર નવાર સોશિયલ મીડિયા પર કંઇને કંઇક પોસ્ટ કરતા રહે છે અને ઘણીવાર તો ટ્રોલ પણ થઇ જાય છે. તે તેમના વેકેશન અને ઇનડોર જીમથી લઇને ઘણુ પોસ્ટ કરે છે પરંતુ યુઝર્સ તેમાં કંઇને કંઇક વસ્તુ તો શોધી જ લે છે અને પછી તે ચર્ચાનો વિષય બની જાય છે. એવું જ કંઇક આમિર ખાનની દીકરી આઇરા ખાન સાથે થયુ.

આઇરા ખાન આ દિવસોમાં તેના બોયફ્રેન્ડ નૂપુર સાથે હિમાચલ પ્રદેશમાં વેકેશન મનાવી રહી છે. આઇરા અને નૂપુર બંને ઘણીવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરતા રહે છે. આઇરા ખાને હાલમાં જ સોમવારે તેની એક તસવીર શેર કરી હતી, જેમાં તે ડેનિમ જેકેટ અને શોર્ટ્સમાં બેંચ પર બેઠેલી જોવા મળી રહી હતી. તેના ખોળામાં ડોગ પણ જોવા મળી રહ્યુ હતુ.

આ તસવીરને યુઝર્સે ધ્યાનથી જોતા તેમને એક એવી વસ્તુ દેખાઇ ગઇ કે તે બાદ તો તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ અને આઇરાની ક્લાસ લગાવી દીધી. તસવીરમાં તમે જોઇ શકો છો કે આઇરા પર ફોક્સ કરવામાં આવ્યુ છે અને તેની આસપાસની વસ્તુઓને બ્લક કરી દેવામાં આવી છે.

એવામાં યુઝર્સ એવું માની રહ્યા છે કે, બેંચ પર રાખેલ સિગરેટ પેકેટ અને લાઇટરને બ્લર કરી દેવામાં આવ્યુ છે. કેટલાક યુઝર્સ કોમેન્ટ કરી પૂછી રહ્યા છે કે આ કઇ બ્રાંડની સિગરેટ છે. કેટલાક યુઝર્સ સિગરેટ પીવાથી થતા નુકશાન ગણાવી રહ્યા છે. ઘણા યુઝર્સ આઇરાની આ તસવીર પર કમેન્ટ કરી રહ્યા છે.

આઇરા ખાન સોશિય મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની અને તેના બોયફ્રેન્ડ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હોય છે. તેણે આ વર્ષે જ વેલેન્ટાઇન ડે પર તેના રિલેશનને ઓફિશિયલ કર્યુ હતુ. નૂપુર Fitnessism ના ફાઉન્ડર, ફિટનેસ એક્સપર્ટ અને કંસંલ્ટેંટ છે. તે આમિર ખાનના ફિટનેસ ટ્રેનર રહી ચૂક્યા છે.

 

Shah Jina