મનોરંજન

આવો ડ્રેસ પહેરવાને કારણે લોકોએ આડે હાથ લીધી આમિર ખાનની લાડલી દીકરી ઇરાને, જાણો વિગતે

બોલિવૂડ અભિનેતા આમિર ખાનની દીકરી ઇરા ખાન હાલ ખૂબ જ ચર્ચાઓમાં રહે છે. ક્યારેક તેના ફોટોશૂટને કારણે તો ક્યારેક તેના થિયેટર ડેબ્યુની ખબરોને કારણે ઇરા ખાન ચર્ચાઓમાં રહે છે. તાજેતરમાં જ ખબર આવી હતી કે ઇરા ખાન ડિરેક્શનમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. થોડા દિવસો પહેલા તેનું ફોટોશૂટ પણ ખૂબ જ ચર્ચાઓમાં રહ્યું હતું. ત્યારે હવે ફરી ઇરા ચર્ચાઓમાં આવી ગઈ છે. આ વખતે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ છે.

 

View this post on Instagram

 

#irakhan snapped today in bandra for an event #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

શનિવારે ઇરા ખાન પોતાની ફ્રેન્ડ્સ સાથે પાર્ટીના મૂડમાં નાઈટ આઉટ કરતી જોવા મળી હતી. આ સમયનો તેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ સમયે ઇરાએ કાળા કલરનો એક ડ્રેસ પહેર્યો હતો, જેને કારણે સોશિયલ મીડિયા પર લોકો તેની મજાક ઉડાવી રહયા છે.

 

View this post on Instagram

 

Return of Zenia Princess Warrior 🔥 #irakhan

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ વીડિયોમાં ઇરા કાળા શોર્ટ ડ્રેસમાં દેખાઈ રહી છે સાથે જ તેને કાળા જૂત્તા પહેર્યા હતા અને લાલ લિપસ્ટિક લગાવી હતી. સોશિયલ મીડિયા પર તેના આ લૂકની ખૂબ જ ચર્ચાઓ થઇ રહી છે. ઇરાએ પહેરેલા આ ડ્રેસને કારણે તે ટ્રોલ થઇ રહી છે. લોકો તેના આ ડ્રેસ પર જાતજાતની કૉમેન્ટ્સ કરી રહયા છે.

એક યુઝરે કોમેન્ટ કરી છે કે એવું લાગી રહ્યું છે કે ઇરાએ આજે ઘરની બધી જ કાળી ટેપ ખતમ કરી દીધી છે. ત્યારે બીજા યુઝરે કોમેન્ટ કરી છે કે આ સ્પાઈડર વુમન ક્યાંથી આવી ગઈ. તો કોઈએ સવાલ કર્યો કે પપ્પાના પૈસા આવા ડ્રેસમાં શા માટે બરબાદ કરી રહી છે.

જો કે કેટલાક લોકો ઈરાના વખાણ પણ કરી રહયા છે. એક કોમેન્ટમાં લખ્યું છે કે ઇરા હંમેશા હસતા ચહેરે જ જોવા મળે છે. તો કોઈ તેના બીજા કરતા અલગ હોવાના ગુણના વખાણ કરી રહ્યું છે. આ પહેલા પણ ઈરાની ઘણી તસ્વીરો સામે આવી છે. ઇરા અવારનવાર પોતાના બોયફ્રેન્ડ સાથેની તસ્વીરો પણ શેર કરતી રહે છે.

જણાવી દઈએ કે ઇરા જલ્દી જ એક નાટકની ડિરેક્શન કરવાની છે. તેને પોતાના સોશિયલ મીડિયા પર આ નાટકના રિહર્સલની ઝલક પણ શેર કરી છે. આ પછી હવે કહેવાય રહ્યું છે કે એ જલ્દી જ ફિલ્મો તરફ વળશે. જો કે હજુ સુધી ઇરાએ કે પરિવારે આ વાતની પુષ્ટિ કરી નથી કે કોઈ ઈશારો પણ આપ્યો નથી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks