આમિર ખાનની દીકરીએ શેર કરી પુલ સાઇટ તસવીરો, રમજાનમાં આવી તસવીરો શેર કરવાથી થઇ ટ્રોલ, જુઓ

આમિર ખાનની લાડલી લોકોના નિશાને ચડી, જુઓ આ શું કરી બેઠી

બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાનની દીકરી ઇરા ખાને શુક્રવારે સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીર શેર કરી હતી, જેમાં તે સ્વિમિંગ પુલ પાસે બેઠેલી જોવા મળી હતી. ઇરા ખાન અને નૂપુર ઘણા સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં છે. આમિર ખાનની દીકરી ઇરા ઘણીવાર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

ઇરા ખાન તેના બોલ્ડ અંદાજને લઇને અને તેની પર્સનલ લાઇફને કારણે ઘણી ચર્ચામાં રહેતી હોય છે. ઇરા ખાને હાલમાં જ તેની પુલ સાઇડ તસવીરો શેર કરી છે. જેમાં તે યલો ઉપર એક શર્ટ પહેરેલી જોવા મળે છે.

ઇરાની આ તસવીરોને ચાહકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ઇરાની આ તસવીરો પર થોડીવારમાં જ હજારો લાઇક્સ આવી ગયા હતા. ઇરા ખાનની આ તસવીરોમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. ઇરા ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે, જે ખૂબ જ વાયરલ થઇ રહી છે.

કેટલાક લોકોને ઇરા ખાનનો આ બોલ્ડ અંદાજ પસંદ આવી રહ્યો છે. તો કેટલાકે તો તેને આ તસવીરોને લઇને ટ્રોલ પણ કરી દીધી છે. કેટલાક લોકોએ તેની તસવીરો પર કમેન્ટ કરતા તેને ટ્રોલ કરી છે. એક યુઝરે તો તેને ‘બેશર્મ’ પણ કહી દીધુ છે.

એક અન્ય યુઝરે ઇરા ખાનની આ તસવીર પર કમેન્ટ કરતા લખ્યુ કે, તારે તો નામની આગળથી ખાન હટાવી લેવું જોઇએ. આ ઉપરાંત એક અન્ય યુઝરે લખ્યુ કે રમજાન મહિનામાં આવી તસવીરો શેર કરતા પહેલા કંઇક તો શરમ કર. રમજાન નેમતનો મહિનો છે. તેને ખરાબ ના કરો.

તમને જણાવી દઇએ કે, ઇરા ખાન ઘણીવાર તેના બોયફ્રેન્ડ નૂપુર સાથે તસવીરો પણ શેર કરતી રહેતી હોય છે. ચાહકો પણ બંનેની જોડીને ઘણી પસંદ કરે છે. ઇરા ખાન નૂપુર શિખારે પહેલા મ્યુઝિશિયન મિશાલ કૃપલાની સાથે રિલેશનશિપમાં હતી.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)

ઇરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લા કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયા સેંસેશન બની ચૂકી છે. વર્ષ 2019માં તેણે યૂરિપેડસ મેડિયા નાટકથી ડાયરેક્ટોરિયલ ડેબ્યુ કર્યુ છે. જેમાં હેજલ કિચ અને તેના ભાઇ જુનૈદ ખાને મુખ્ય પાત્ર નિભાવ્યુ હતુ. તે ડિપ્રેશન સાથે જોડાયેલી ઘણી સંસ્થાઓ સાથે જોડાઇને કામ કરી રહી છે.

Shah Jina