મનોરંજન

આમિર ખાનની લાડલીએ શેર કરી બોયફ્રેન્ડ સાથે એવી તસવીરો કે આમિર ખાન પણ શરમાઇ જશે

એક બાજુ મમ્મી પાપાના તલાક થઇ ગયા, બીજી બાજુ આમીરની દીકરી જુઓ બોયફ્રેન્ડ સાથે કેવી ગજબની રોમેન્ટિક થઇ

બોલિવુડની મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનની લાડલી આઇરા ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર તેની અને તેના બોયફ્રેન્ડ નૂપુર સાથેની ઘણી તસવીરો શેર કરતી રહે છે. તે ઘણીવાર બોલ્ડ અને રોમેન્ટિક તસવીરો પણ શેર કરે છે.

હાલમાં જ આઇરા ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેના બોયફ્રેન્ડ નૂપુર સાથે કેટલીક મસ્તી ભરેલી અને રોમેન્ટિક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બંને એકબીજા સાથે રોમેન્ટિક અને મસ્તી ભરેલા પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

આઇરાએ આ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે, આ કેટલો ડ્રામેબાઝ છે. આઇરાના મિત્રો અને ચાહકો બંને આ તસવીરો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. અભિનેતા સિદ્ધાર્થ મેનને લખ્યુ છે કે, વાહ. ત્યાં જ એક પ્રશંસકે લખ્યુ કે, ઘણા ખાસ કપલ છે. એક યુઝરે લખ્યુ કે, ઘણી ખૂબસુરત તસવીરો છે.

નૂપુર અને આઇરા બંને સોશિયલ મીડિયા પર એકબીજા સાથે તસવીરો શેર કરતા રહે છે. આ ઉપરાંત તે બંને સાથે ફૂડ રિવ્યુ પણ કરે છે.

તમને જણાવી દઇએ કે, આઇરા ખાન આમિર ખાન અને તેમની પહેલી પત્ની રિનાની દીકરી છે. આઇરા ખાનનો એક ભાઇ પણ છે, જેનું નામ જુનૈદ ખાન છે. જુનૈદ ખાન અભિનેતા બનવા ઇચ્છે છે અને આઇરા ખાન ડાયરેક્ટર બનવા ઇચ્છે છે.

હાલમાં જ થોડા જ સમય પહેલા તેણે એક પ્લેનું નિર્દેશન કર્યુ હતુ, જેમાં યુવરાજ સિંહની પત્ની હેજલ કિચે મહત્વની ભૂમિકા નિભાવી હતી.

ઉલ્લેખનીય છે કે, આઇરા ખાન મેંટલ હેલ્થ પર ખુલીને વાત કરે છે અને તે લોકોને જાગરૂક પણ કરે છે કારણ કે તે પોતે ડિપ્રેશનથી ગુજરી ચૂકી છે.