બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાનની દીકરી આઇરા ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આઇરાએ ભલે બોલિવુડમાં એન્ટ્રી કરી નથી પરંતુ તેની ફેન ફોલોઇંગ કોઇથી કમ નથી. આઇરા તેની પર્સનલ લાઇફને લઇને ઘણી ચર્ચામાં રહે છે. આઇરા ખાન તેની લાઇફ સાથે જોડાયેલ અપડેટ હંમેશા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. આઇરા ખાન હાલ ફિટનેસ ટ્રેનર નૂપુર શિખરે સાથે રિલેશનમાં છે.
આઇરા તેના બોયફ્રેન્ડ નૂપુર સાથે ઘણીવાર તસવીરો શેર કરતી રહે છે. તે નૂપુર સાથે વીતાવેલા પળોની યાદો પણ શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ આઇરાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની ડેટ નાઇટની એક ઝલક શેર કરી છે. ફોટોમાં ઇરા અને નૂપુર મેચિંગ બાથરોબમાં જોવા મળી રહ્યા છે. આઇરા ઉપરાંત નૂપુરે પણ હાર્ટ અને કિસ ઇમોજી સાથે આ તસવીર શેર કરી છે. જણાવી દઇએ કે, આઇરા અને નૂપુર બંને એકબીજાને બે વર્ષથી ડેટ કરી રહ્યા છે.
મે મહિનામાં તેમણે તેમની બીજી અનિવર્સરી પણ મનાવી હતી. તે સમયે આઇરાએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી લખ્યુ- વાસ્તવમાં બે વર્ષ થઇ ગયા છે પરંતુ એવું લાગે છે કે આ હંમેશાથી આવું જ હતુ. હું તને પ્રેમ કરુ છુ. વાસ્તવમાં હું જેટલી પ્રેમ કરવામાં સક્ષમ છું. બધી વસ્તુ માટે. નૂપુરે કમેન્ટ કરી હતી- હું પણ તને પ્રેમ કરુ છું. આ હંમેશા આવું જ હતુ, આપણે આને 2 વર્ષ પહેલા મહેસૂસ કર્યુ હતુ. આ પહેલા આઇરાએ જણાવ્યુ હતે કે કેવી રીતે નૂપુરે તેને જીવનમાં ઉપસ્થિત ચિંતા નિપટાવવામાં તેને મદદ કરી.
આઇરા ખાને થોડા સમય પહેલા જ તેનો 25મો જન્મદિવસ મનાવ્યો હતો. ત્યારે તેણે બિકીમાં ઘણી તસવીરો શેર કરી હતી. જેને લઇને તેને ઘણી ટ્રોલ પણ કરવામાં આવી હતી. માા-પિતા આમિર ખાન-રીના દત્તા સહિત તેનો પરિવાર પણ બર્થ ડે પર સામેલ હતો. તેને તેના પિતાની હાજરીમાં બિકી પહેરવા પર ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.