આમિર ખાનની લાડલી આઇરાએ મુંબઇમાં બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે કરી સગાઇ, જુઓ એન્ગેજમેન્ટ પાર્ટીની ઇનસાઇડ તસવીરો

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાનની દીકરી આઇરા ઘણી ચર્ચામાં રહે છે. આઇરા તેની બોલ્ડનેસ અને તેના અંગત જીવનને લઇને ચર્ચામાં રહે છે, ત્યારે હવે આઇરાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેણે આ વર્ષે સપ્ટેમ્બરમાં બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે સગાઈ કરી હતી અને હવે આઇરા અને નુપુરની સગાઈની પાર્ટી મુંબઈમાં રાખવામાં આવી હતી, જેમાં આમિરની બંને પૂર્વ પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવે પણ હાજરી આપી હતી.

આ પાર્ટીમાં બોલિવૂડ એક્ટ્રેસ ફાતિમા સના શેખે પણ હાજરી આપી હતી. સિલ્વર સ્ક્રીન પરથી ગાયબ અભિનેતા ઈમરાન ખાન પણ ડેશિંગ લુકમાં જોવા મળ્યો હતો. આઇરા અને નૂપુરની સગાઈ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમિર ખાનની દીકરી આઇરાની સગાઇ પાર્ટીનું મુંબઈમાં આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં આખો પરિવાર હાજર હતો. આઇરાએ રેડ ગાઉન પહેર્યુ હતુ અને તેના મંગેતર નુપુર શિખરેએ સૂટ પહેર્યો હતો.

બંનેએ મીડિયા સામે પોઝ પણ આપ્યા હતા. આમિર ખાન તેની માતા ઝીનત હુસૈન સાથે જોવા મળ્યો હતો. આમિર ખાનનો લુક આ દિવસોમાં ઘણો બદલાયેલો જોવા મળી રહ્યો છે. દીકરી આઇરાની સગાઈમાં તે કુર્તા અને ધોતી પહેરીને જોવા મળ્યો હતો. તેણે પિતરાઈ ભાઈ મન્સૂર ખાન સાથે પેપરાજીની સામે પોઝ પણ આપ્યો હતો. આમિર તેની દીકરી અને જમાઇની સગાઇની પાર્ટીમાં ખુશ દેખાઇ રહ્યો હતો.

આ ઈવેન્ટમાં ઈમરાન ખાન પણ હાજર હતો જે ફિલ્મ ‘જાને તુ યા જાને ના’ થી ફેમસ થયો હતો પરંતુ હવે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લાઇમલાઈટથી દૂર છે. આટલા લાંબા સમય સુધી કેમેરાથી દૂર હોવા છતાં, ઈમરાન ખાન પેપરાજી માટે પોઝ આપતાં ખચકાયો નહોતો. સૂટ-બૂટમાં સજજ ઇમરાન હેન્ડસન લાગી રહ્યો હતો. પાર્ટીમાં અનેક સેલિબ્રિટી અને પરિવારના સભ્યો જોડાયા હતા. આઇરા ખાનની માતા અને આમિર ખાનની પૂર્વ પત્ની રીના દત્તા પણ પાર્ટીમાં જોવા મળી હતી.

રીનાને એક પુત્ર પણ છે જેનું નામ જુનૈદ ખાન છે. આમિર ખાનના પરિવારના એક નજીકના મિત્રએ જણાવ્યું કે તેના મિત્રો માટે આ અચાનક સગાઈ કોઈ સરપ્રાઈઝ નહોતી. નજીકના લોકોએ જણાવ્યું કે બંને બાળકોએ થોડા અઠવાડિયા પહેલા સગાઈ કરવાનો નિર્ણય લીધો હતો. તે બંને એકબીજાના પ્રેમમાં પાગલ છે. બંને વચ્ચેનો સંબંધ ખૂબ જ સરળ અને સાચો છે. આઇરાને મોટી સગાઈ જોઈતી ન હતી

અને તેથી જ બંનેએ એક ખાનગી સમારંભમાં રિંગ એક્સચેન્જ કરવાનો નિર્ણય કર્યો.જણાવી દઇએ કે, આઇરા ખાન અને નુપુર શિખરે છેલ્લા 2 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. બંને સોશિયલ મીડિયા પર એકબીજા સાથે ઘણી બધી તસવીરો પણ શેર કરે છે, જેના કારણે ઘણી વખત આઇરાને લોકો ટ્રોલ પણ કરે છે. નૂપુર આઇરાની ફિટનેસ ટ્રેનર હતો. તેમની લવ સ્ટોરી આવી રીતે જ શરૂ થઈ હતી.

આ વર્ષે સપ્ટેમ્બરમાં નૂપુરે એક ઈવેન્ટમાં ઘૂંટણિયે આઇરાને પ્રપોઝ કર્યું હતું. આમિર ખાનનો ભાવિ જમાઈ નુપુર શિખરે ફિટનેસ ટ્રેનર છે. નૂપુરને ફિટનેસ અને કન્સલ્ટન્ટ એક્સપર્ટ તરીકે ઓળખવામાં આવે છે. નૂપુર ફિટનેસને લઈને ઘણો સભાન છે. આ તેની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પરથી સ્પષ્ટપણે જાણી શકાય છે. કહેવાય છે કે નુપુર આમિર ખાનનો પણ ટ્રેનર રહી ચૂક્યો છે. આમિરની સાથે તેણે આઇરાને પણ ફિટનેસની ટ્રેનિંગ આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina