મનોરંજન

ઇરા ખાન તેના બોયફ્રેન્ડને આ હદે કરી રહી છે યાદ, ફોટો શેર કરી કહ્યું કે- બધું સરખું…

બૉલીવુડ અભિનેતા અને મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની પુત્રી ઇરા ખાન આજકાલ તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ ઇરાએ એક તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતા છવાઈ ગઈ હતી.

આજકલ ઇરા ખાન મિશાલ કૃપલાનીને ડેટ કરી રહી છે. થોડા દિવસ પહેલા ઇરા મિશાલ સાથે પ્રાઇવેટ મસ્તી કરતી હોય તેવી તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારે ફરી એક વાર ઇરાએ તેના બોયફ્રેન્ડ સાથે એક ફોટો શેર કરતા વાયરલ થયો છે.

ઇરાએ તેના બોયફ્રેન્ડ મિશાલ કૃપલાણી સાથે ફોટો શેર કરી કેપશનમાં લખ્યું હતું કે, ‘ બધું સરખું થઇ જશે’… #missyou #life #love #relationship’ ઇરાનું આ કેપશન જોઈને લાગી રહ્યું છે કે, એ બન્ને વચ્ચે કોઈ વાતને લઈને પરેશાની હોય. પરંતુ ફોટો જોતા લાગી રહ્યું છે કે, બધું ઠીક છે.

ઇરા દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરમાં તમે જોઈ શકો છો કે. ઇરા ખાન મિશાલની બાહોમાં છે. ફોટોમાં બન્ને બેહદ ક્યૂટ લાગી રહ્યા છે. સોશિયલ મીડિયામાં ઇરાના આ ફોટોને ઘણી લાઇક્સ અને કૉમેન્ટ્સ મળી ચુકી છે. હાલ તો આ તસ્વીર વાયરલ પણ થઇ ગઈ છે.

જણાવી દઈએ કે, થોડા સમય પહેલા ઇરા અને મિશાલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં બન્ને રોમેન્ટિક અંદાજમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ વિડીયોમાં જોઈને ફેન્સ વિચારમાં પડી ગયા હતા કે, તેની સાથે જે શખ્સ ડાન્સ કરે છે તે કોણ છે.

બતાવી દઈએં કે ઇરા મિશાલને ઘણા સમયથી ડેટ કરે છે. મિશાલ એક આર્ટિસ્ટ છે. જેને મ્યુઝિક વિડિયોઝમાં કામ કર્યું છે.

ઇરાએ તેના અને મિશાલના અફેરની બાબતને લઈને જૂન મહિનામાં ખુલાસો કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફેન્સે ઈરાને પૂછ્યું હતું કે, શું તે રિલેશનશિપમાં છે ? તેનો જવાબ ઇરાએ તેનો અને મિશાલનો ફોટો શેર કરીને આપ્યો હતો.

 

View this post on Instagram

 

Cosmic vibes👽 . . . #cosmicvibes #hnm #sunday #sundaybrunch #feast #family

A post shared by Ira Khan (@khan.ira) on

ઇરા તેના બોલ્ડ ફોટો શૂટને કારણે ચર્ચામાં આવી હતી. 22 વર્ષીય ઇરાએ આ ફોટો શૂટમાં ક્રોપ ટોપ અને ડેનિમ શોર્ટ્સ પહેરી હતી. આ તસ્વીરોમાં ઈરાની દોસ્ત પણ જોવા મળે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks